તહેવારોને લઈને ફૂલોના ભાવ થયા બમણા, ફૂલના હારના ભાવમાં ધરખમ વધારો

0
332
flowers doubled due to festival
flowers doubled due to festival

Festival Vibes : તહેવારોને લઈને શહેરમાં આવેલા કપડા બજાર, બુટ બજાર સહિત ફૂલ બજારો ધમધમી રહ્યા છે. તેમજ દિવાળીના પાંચ દિવસીય તહેવાર (festival) માં ધનતેરસથી ભાઈબીજ સુધી ફૂલોના હાર અને છૂટ્ટા ફૂલોની માંગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે છે. ધનતેરસ અને દિવાળીની દિવસે ચોપડા પૂજનમાં ગલગોટા ફૂલની માંગ વધુ રહે છે. જેના લીધે ગલગોટા ફૂલના ભાવો ડબલ થઈ ગયા છે. સામાન્ય દિવસોમાં ગલગોટા રૂ.40 કિલો મળતા હતા તે રૂ.80 મળી રહ્યા છે. આ ઉપરાંત આસોપાલવ 25 ફૂટના તોરણ જે રૂ.50માં મળતા હતા, તે હવે રૂ.100 ના ભાવે મળી રહ્યા છે.

1 26
flowers doubled due to festivals

ફૂલ બજારમાં ઘર, મંદિરો, ભગવાનને ચડાવવા માટે છૂટા ફૂલ અને ફૂલના હારની વધુ માંગ વધુ છે. સફેદ સેવંતીના ફૂલ 78 કિલો મળતા હતા, તે રૂ.120 કિલો મળી રહ્યા છે. બીજી તરફ આસોપાલવ તોરણના ભાવોમાં પણ ડબલ થઈ ગયા હતા. વેપારીના જણાવ્યા મુજબ આસોપાલવના પાદડા ઉતારવાની મંજૂરી વધી ગઈ હોવાથી ભાવો વધી ગયા છે.

ગલગોટાનાં ભાવ 40 રૂપિયા કિલો થી વધીને 80 રૂપિયા કિલો થયા

આંગણે બાંધવામાં આવતા આસોપાલવના તોરણના ભાવ પણ ડબલ

તહેવારોને લઈને છૂટા ફૂલોના ભાવમાં પણ વધારો

સેવંતીના ફૂલ જે રૂ.78 કિલો મળતા હતા, તે રૂ.120 કિલો મળી રહ્યા છે

1

દિવાળી (Happy Deepawali) ઉપર કમળની ડિમાન્ડ પણ વધુ રહેતી હોય છે. દિવાળીના તહેવાર (festival) સમયે તેના ભાવમાં પણ ત્રણ થી ચાર ગણો વધી ગયો છે, જે દિવાળીના  3-4 દિવસ સુધી યથાવત રહેતી હોય છે. ફૂલ બજારમાં માત્ર ફૂલોની આવક જ નહીં, પરંતુ તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે તહેવારોના સમયમાં ફૂલોની માંગ વધી જતી હોય છે.

2 14
ફૂલોના ભાવ આસમાને

ધનતેરસ અને દિવાળીના પૂજન (Jai Maa Lakshmi) માં તથા વિવિધ પ્રકારના ડેકોરેશનમાં ફૂલોની જરૂરિયાત ઊભી થતી હોય છે. જેને લઇને ફૂલોના ભાવ હોલસેલ માર્કેટમાં ડબલ થયેલા જોવા મળી રહ્યા છે. દિવાળી જેવા તહેવારોમાં રાજ્ય ઉપરાંત બીજા રાજ્યોથી પણ ફૂલો મંગાવવામાં આવે છે,  હાલ બજારમાં તેજી દેખાઈ રહી છે.  ફુલ બજારમાં દિવાળીના સમયમાં મુખ્યત્વે ગલગોટા અને ગુલાબ અને કમળ ફૂલોની માંગ વધુ રહેતી હોય છે.