વિપક્ષી દળ ની આગામી બેઠક 13-14 જુલાઈએ શિમલા નહી બેંગલુરુમાં થશે- આ રહ્યા કારણો

0
174

એનસીપીના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે, વિપક્ષી દળ ની આગામી બેઠક 13-14 જુલાઈના રોજ બેંગલુરુમાં યોજાશે. અગાઉ આ બેઠક 10-12 જુલાઈના રોજ શિમલામાં થવાની હતી. એનસીપી ચીફે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, 23 જૂનની બેઠકનો ઉલ્લેખ કરતા કહ્યું કે- વિપક્ષી દળ ની આ બેઠક બાદ પીએમ મોદી બેચેન થઈ ગયા છે. વિપક્ષી દળ ના નેતાઓના સુવિધા માટે આ વ્યવસ્થા કરાઇ હોવાની વાત કહેવામાં આવે છે, વિપક્ષી દળ ના નેતાઓની માંગ ઉપર આ થયુ છે, કોગ્રેસની આગેવાનીમાં આ બેઠક થશે  

લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનું આયોજન 

બિહારની રાજધાની પટનામાં યોજાયેલી આ બેઠકમાં 15 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ એકતા દર્શાવી હતી. બેઠક દરમિયાન 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

hhttps://twhttps://twitter.com/ANI/status/1674377121765163009?s=20itter.com/ANI/status/1674377121765163009?s=20t

કોંગ્રેસ સાથે 14 વિપક્ષી દળો

આ બેઠક પટનામાં છેલ્લી બેઠકમાં સામેલ થયેલા પક્ષોના નેતાઓની સંમતિથી થઈ રહી છે. તેમાં , આરજેડી જેડીયુ જેએમ એમ , શિવસેના ઉદ્ધવ ઠાકરે જુથ), ડીએમકે, ડાબેરીઓ, સમાજવાદી પાર્ટી, એનસી પીડીપી તૃણમૂલ સહિત અન્યની સંમતિ છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વિપક્ષી એકતાની ભાવિ ફોર્મ્યુલા આકાર લેશે. આ અગાઉ 23 જૂને યોજાયેલી બેઠકમાં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને પડકારવા માટે વિપક્ષી પક્ષો એક થવા પર અંતિમ સંમતિ સધાઈ હતી. હવે 14મી જુલાઈએ મળનારી બેઠકમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ મહાગઠબંધન અને તેના રાષ્ટ્રીય સંયોજકના નામ પર સર્વસંમતિ સધાઈ શકે છે. 

વિરોધ પક્ષોના ગઠબંધનનું નવું નામ લગભગ નક્કી 

પટનાની બેઠકમાં સામેલ વિપક્ષી પક્ષોના મહત્વના સાથીઓએ સંકેત આપ્યો કે વિપક્ષ શાસક એનડીએની સામે તેના જોડાણનું નામ પીડીએ રાખી શકે છે. આ પીડીએનું વિસ્તરણ પેટ્રિયોટિક ડેમોક્રેટિક એલાયન્સ હોઈ શકે છે. તેમાં દેશભક્તિના શબ્દો ઉમેરીને વિપક્ષો એવું બતાવવાનો પ્રયાસ કરી શકે છે કે તેઓ ભાજપ કરતાં વધુ રાષ્ટ્રવાદી છે.