શાળાના પુસ્તકોમાં સંશોધન કરવા માટે બનાવવામાં આવેલી NCERT ની એક હાઈલેવલ કમિટીએ ભલામણ કરી છે કે પ્રાથમિકથી લઈને હાઈ સ્કૂલ સ્તર સુધી શાળાના પાઠ્યપુસ્તકોમાં દેશનું નામ ઈન્ડિયા નહીં પરંતુ ભારત હોવું જોઈએ.NCERT સમિતિએ તમામ શાળાકીય પુસ્તકોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત લખવાની ભલામણ કરી છે. શાળાના પુસ્તકોમાં સંશોધન કરવા માટે બનાવવામાં આવેલી એક હાઈલેવલ કમિટીએ ભલામણ કરી છે કે પ્રાથમિકથી લઈને હાઈ સ્કૂલ સ્તર સુધી શાળાના પાઠ્યપુસ્તકોમાં દેશનું નામ ઈન્ડિયા નહીં પરંતુ ભારત હોવું જોઈએ. આ હિસાબે NCERT ના પુસ્તકોમાં એક નવો ઐતિહાસિક ફેરફાર આવવાનો છે. આ ફેરફાર બાદથી હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત શબ્દ ભણાવવામાં આવશે. આ સમિતિએ પાઠ્યપુસ્તકોમાં હિન્દુ વિક્ટ્રીઝને ઉજાગર કરવાની પણ ભલામણ કરી છે.
કમિટીના ચેરમેનનું નિવેદન
અત્રે જણાવવાનું કે NCERT દ્વારા શાળાકીય પુસ્તકોને સંશોધિત કરવા માટે બનાવવામાં આવેલી કમિટીના અધ્યક્ષ પ્રોફેસર સી આઈ આઈજેક (રિટાયર્ડ)એ આ વખતે પુષ્ટિ કરી છે કે તેમની પેનલે એ ભલામણ કરી છે કે પ્રાથમિકથી લઈને હાઈસ્કૂલ સ્તર સુધીના શાળાના પાઠ્યપુસ્તકોમાં દેશનું નામ ઈન્ડિયા નહીં પરંતુ ભારત હોવું જોઈએ.
એક વધુ ઐતિહાસિક ફેરફારની ભલામણ
NCERT ની કમિટીએ શૈક્ષણિક પુસ્તકોમાં એન્શિયંટ હિસ્ટ્રીની જગ્યાએ ક્લાસિકલ હિસ્ટ્રીને સામેલ કરવાની પણ ભલામણ કરી છે. આવામાં આ માંગણી સ્વીકારવામાં આવી તો ઈતિહાસને હવે પ્રાચિન, મધ્યકાલીન અને આધુનિકમાં વિભાજિત કરવામાં આવશે નહીં. કારણ કે તેનાથી એ ખબર પડે છે કે ભારત એક જૂનો અને બ્રિટિશ સામ્રાજ્યવાદથી અજાણ રાષ્ટ્ર છે. અંગ્રેજોએ ભારતીય ઈતિહાસને પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિકમાં વહેંચ્યો છે. હવે જો એન્શિયન્ટનો અર્થ પ્રાચીન થાય છે. તો એ દેખાડે છે કે દેશ અંધારામાં હતો, જેમ કે તેમાં કોઈ વૈજ્ઞાનિક જાગૃતતા હતી જ નહીં. આ સિલસિલામાં સૌર મંડળ પર આર્યભટ્ટના કામ સહિત એવા અનેક ઉદાહરણ આપવામાં આવ્યા છે. આ ફેરફારોના અમલમાં આવ્યા બાદ તેનાથી દેશની એજ્યુકેશન સિસ્ટમમાં મોટું પરિવર્તન જોવા મળી શકશે.