The Growing Grip of the Taliban in Pakistan:1કપ ચા બની દેશ માટે સૌથી મોંઘી ભૂલ,#pakistan,#PakistanCrisis,#TalibanInPakistan

0
132
The Growing Grip of the Taliban in Pakistan
The Growing Grip of the Taliban in Pakistan

The Growing Grip of the Taliban in Pakistan: પાકિસ્તાન હવે પોતે જ પોતાના બનાવેલા જાળમાં ફસાતો જઈ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં વસતા તેહરીકે તાલિબાન પાકિસ્તાન (TTP) ફરી માથું ઊંચું કરી રહ્યા છે. તાજેતરમાં ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતની એક શાળામાં TTPના આતંકીઓએ કબજો કર્યો હતો. સ્કૂલની દીવાલો પર પાકિસ્તાનના સ્થાપક મુહમ્મદ અલી જિન્ના અને કવિ અલ્લામા ઈકબાલની તસવીરો જોઈને તાલિબાન એટલા ગુસ્સે થયા કે ચંપલથી આ તસવીરોને માર્યા.

The Growing Grip of the Taliban in Pakistan:

આ ઘટના એ બતાવે છે કે પાકિસ્તાનમાં રહેલા આ તાલિબાનોની વફાદારી પાકિસ્તાન પ્રત્યે નહીં, પરંતુ અફઘાનિસ્તાન પત્યછે

The Growing Grip of the Taliban in Pakistan:સંસદમાં બોલતાં નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી ઈશાક ડારે સ્વીકાર્યું કે અફઘાન તાલિબાનને આપેલો સહકાર પાકિસ્તાન માટે વિનાશક સાબિત થયો. તેમણે કહ્યું,

“2020-21માં આપણે ભૂલ કરી. જ્યારે તાલિબાન કાબુલમાં આવ્યા ત્યારે આપણે ત્યાં પહોંચી જઈને કહ્યું કે અમે તો એક કપ ચા પીવા આવ્યા છીએ. પણ એ ચા આપણને બહુ મોંઘી પડી.”

ડારએ જણાવ્યું કે એ સમયે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારએ 100 જેટલા અપરાધીઓને આશરો આપ્યો, જેમણે બલુચિસ્તાનમાં પાકિસ્તાનના ધ્વજ સળગાવ્યા હતા.

The Growing Grip of the Taliban in Pakistan:

The Growing Grip of the Taliban in Pakistan:1 કપ ચા’ની કહાની

2021માં તાલિબાનના કાબુલમાં કબજા બાદ ISI ચીફ ફૈઝ હમીદ કાબુલ પહોંચી ગયા હતા. હોટેલ સેરેનામાં તાલિબાન નેતાઓ સાથે તેમણે ચા પીધો અને કહ્યું,

“અમે તો એક જ કરંડિયાના ફળ છીએ, સાથે રહીશું.”

આ મુલાકાત પછી અફઘાન-પાક બોર્ડર એટલે કે ડૂરંડ લાઈન ખોલી દેવાનો નિર્ણય લેવાયો. પરિણામે હજારો તાલિબાન પાકિસ્તાનમાં પ્રવેશી ગયા — અને આજે તે જ પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની ચૂક્યા છે.

The Growing Grip of the Taliban in Pakistan:

The Growing Grip of the Taliban in Pakistan : ડૂરંડ સરહદ શું છે?

  • 1893માં બ્રિટિશ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે થયેલી ડૂરંડ લાઈન સમજૂતી હેઠળ આ સરહદ નક્કી થઈ.
  • લંબાઈ: 2430 કિલોમીટર
  • આ લાઈનએ પશ્તૂન જાતિને બે ભાગમાં વહેંચી નાખી — અફઘાન અને પાકિસ્તાની પશ્તૂન.
  • તાલિબાન આજે પણ આ સરહદને માનતા નથી અને દાવો કરે છે કે “આ પશ્તૂન વિસ્તાર અમારો જ છે.”

The Growing Grip of the Taliban in Pakistan:TTPના આતંકીઓ ખૈબર પખ્તુનખ્વાહમાં ખુલ્લેઆમ ફૂટબોલ મેચમાં “ચીફ ગેસ્ટ” બની રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે બેનરો દ્વારા ધમકી આપી છે —

“જો કાબુલ પર હુમલો કરશો તો અમે ઇસ્લામાબાદને રાખ કરી દઈશું.”

આ ઘટનાઓથી પાકિસ્તાન સરકારમાં ખળભળાટ મચી ગયો છે.

The Growing Grip of the Taliban in Pakistan:

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધના સંકેતો

રક્ષામંત્રી ખ્વાજા આસીફે જીઓ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં ચેતવણી આપી —

“જો અમારી સરઝમીં પર હુમલો થશે, તો પછી જે થશે તે ખુબ ખરાબ થશે. હવે તો યુદ્ધ જ થશે.”

અફઘાન-પાક બોર્ડર એટલે ડૂરંડ લાઈન હવે ફરીથી યુદ્ધની જ્વાળામાં સળગી રહી છે.

The Growing Grip of the Taliban in Pakistan: વિશ્લેષણ: પાકિસ્તાનની સૌથી મોટી ભૂલ? વિશ્વ વિશ્લેષકોનું માનવું છે કે પાકિસ્તાનની ‘સ્ટ્રેટેજિક ડેપ્થ’ની નીતિ — એટલે કે તાલિબાનને મદદ કરીને અફઘાનિસ્તાનમાં પ્રભાવ જમાવવાનો પ્રયાસ — હવે તેની જ સામે વળી રહ્યો છે.
એક કપ ચા પીતાં-પીતાં પાકિસ્તાનએ પોતે જ પોતાના દુશ્મનને ઘરઆંગણે આમંત્રણ આપી દીધું

વધુ સમાચાર જોવામાટે અહી ક્લિક કરો :

Cold Wave Grips Gujarat: ગુજરાતમાં હાડ થીજવતી ઠડીની શરૂવાત