ગુજરાતમાં બનશે પ્રથમ લિથિયમ આયન સેલ ફેક્ટરી

0
167

પ્રથમ તબક્કામાં થશે 13 હજાર કરોડનો રોકાણ

20 ગીગાવોટનો સ્થપાશે પ્લાન્ટ

ગુજરાત સરકાર અને ટાટા ગ્રુપ વચ્ચે થયુ એમઓયુ

ગુજરાતમાં દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી સ્થપાશે જેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઘડાયેલી નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની ફલશ્રુતિ રૂપે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે MoU સંપન્ન થયા છે ,, એમઓયુ મુજબ પ્રથમ તબક્કે રૂ. ૧૩ હજાર કરોડના રોકાણ સાથે ર૦ ગીગાવોટનો પ્લાન્ટ સ્થપાશે, જેના કારણે રાજ્યમા ૧૩ હજાર જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે  રાજ્ય સરકાર ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારીને કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા-ગ્રીન ક્લિન એનર્જી વધારવા અને ફોસિલ ફ્યુઅલ ક્ન્ઝમ્પશન ઘટાડી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વિઝન માટે પ્રતિબદ્ધ છે. ટાટા ગૃપના આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાત લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનશે તેમજ રાજ્યમાં બેટરી મેન્યૂફેક્ચરીંગ ઇકો સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ મળશે.