કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
રાજ્યની તમામ યુનિવર્સિટીમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક” લાગુ કરાશે
૧૫મી જૂન ૨૦૨૩થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે
કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની યુનિવર્સિટીઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક” લાગુ કરાશે .રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજોમાં “કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક” લાગુ કરવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંગેની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુંકે હવેથી જે વિદ્યાર્થીઓ ચાર વર્ષની સ્નાતક ઓનર્સ/રીસર્ચ ડીગ્રી મેળવશે, તેમણે પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી માટે માત્ર એક જ વર્ષ અભ્યાસ કરવાનો રહેશે તા.૧૫મી જૂન ૨૦૨૩થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી ફરજીયાતપણે કરવાનો રહેશે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક દાખલ કરવા સંદર્ભે આજે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કની અમલવારી થકી તા.૧૫મી જૂન ૨૦૨૩થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત ઠરાવ બહાર પાડવામાં આવશે. જેનો રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી ફરજીયાતપણે કરવાનો રહેશે. હવેથી જે વિદ્યાર્થીઓ ચાર વર્ષની સ્નાતક ઓનર્સ/રીસર્ચ ડીગ્રી મેળવશે, તેમણે પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી માટે માત્ર એક જ વર્ષ અભ્યાસ કરવાનો રહેશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ છે. ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતા કહ્યુ કે, NEP-2020ની વિવિધ જોગવાઇઓમાંથી એક કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કને સુદ્રઢ બનાવવા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રતિ સેમેસ્ટર ૨૨ ક્રેડીટનું માળખું નક્કી કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ ત્રણ વર્ષના અંતે કુલ ૧૩૨ અને ચાર વર્ષના અંતે કુલ ૧૭૬ ક્રેડીટ પ્રાપ્ત કરી શકશે.