ડેડિયાપાડા માં ભરેલા અગ્નિ જેવો માહોલ! ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોધાતા સજજડ બંધ, દુકાનો પર ખંભાતી તાળા

0
157
ચેતર વાસાવા ડેડિયાપાડા
ચેતર વાસાવા ડેડિયાપાડા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધાવા અને તેમની પત્ની સહિતના લોકોની ધરપકડ મામલે રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય ચૈતર વસાવા ના સમર્થનમાં ડેડિયાપાડા સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાતા વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. તમને જણાવી દઈએ કે ફોરેસ્ટ વિભાગના કર્મચારી સાથેની માથાકૂટ બાદ ચૈતર વસાવા સામે ગુનો નોંધાયો છે. 

અનેક દુકાનો પર ખંભાતી તાળા લટકાયા
ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડિયાપાડામાં અનેક વેપારીઓ જોડાયા હતા. વહેલી સવારથી જ ડેડીયાપાડા સજજડ બંધ છે, અનેક દુકાનો પર ખંભાતી તાળા લટકાયા છે. પોલીસે ચૈતર વસાવા સામે ગુનો નોંધાતા રાજકારણ ગરમાયું છે. ચૈતર વસાવા અને તેના પીએની ધરપકડ કરાઈ છે. ગઈકાલે કોર્ટે બંને આરોપીઓના રિમાન્ડ નામજુર કર્યા છે. DYSP ઘનશ્યામસિંહ સરવૈયાએ આ મામલે એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ફોરેસ્ટ વિભાગના કર્મચારી સાથે થયેલ ઘટનાને લઈને ગુનો નોંધાયો છે. અલગ અલગ ટીમો બનાવી ધારાસભ્ય ચૈતર વસાવાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનેલ ઘટનાના પુરાવા એકત્રિત કરવા ટીમો લાગી છે.  

ભાજપના આગેવાનો કરી રહ્યા છે ચૈતર વસાવાનું સમર્થન 
નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ તેમના સમર્થકો દ્વારા ડેડીયાપાડા બંધનું એલાન આપવામાં આવ્યું છે. એક તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ બંધને સમર્થન નહીં આપવાની અપીલ કર્યા બાદ હવે ખુદ ભાજપના આગેવાનો ચૈતર વસાવાને સમર્થન કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. હાલ ડેડીયાપાડાની સ્થિતિને જોતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

બંધના એલાનને નિષ્ફળ બનાવવા જાણો કોણ પડ્યું મેદાને?
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીને મારમાર્યો અને હવામાં ફાયરિંગ કરી હોવાની બાબતે પોલીસ ગુનો નોંધ્યો છે. ત્યારબાદ ધારાસભ્ય વિરૂદ્ધ આ ખોટા ગુના હોવાની બાબતે ચૈતર વસાવાના સમર્થકોએ ડેડિયાપાડા બંધનું એલાન કર્યું છે. જોકે આ બંધના એલાનને નિષ્ફળ બનાવવા સાંસદ મનસુખ વસાવા સહિત બજારમાં ઉતરી પડ્યા છે. એક તરફ નર્મદા પોલીસે DySP ,5 PI, 8 PSI સહિત 100 થી વધુ પોલીસ કોન્સ્ટેબલ પોલીસ જવાનો ખડકી દીધા છે.

ઈસુદાન ગઠવીનું નિવેદન
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઠવીએ કહ્યું કે ભાજપ આદિવાસી વિરોધી છે. એટલે આદિવાસીઓનો અવાજ બની રહેલા ચૈતર વસાવા સામે ષડયંત્ર કરી રહી છે. સાથે જ ઈસુદાને કહ્યું કે, લોકસભા માટે ચૈતર વસાવા ઉભા રહે તો તેમને સારી બહુમતિ મળે એમ છે. જે ન થવા દેવા માટે આ ષડયંત્ર કરવામાં આવ્યું છે. જો કે, ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જવાબ આપતા કહ્યું કે, આપ પાર્ટી આમ આદમી પાર્ટી નહિ અતિ અપરાધિક પાર્ટી છે. જેના તમામ મોટા નેતાઓ સામે ગુના નોંધાયેલા છે.

શું હતો સમગ્ર મામલો?
ડેડીયાપાડાની જંગલની જમીન પર ખેડાણ મુદ્દે ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બિચક્યો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને P.A સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ચૈતર વસાવા અને તેના પીએની ધરપકડ કરાઈ છે