Tesla in India : ભારતમાં ટેસ્લાનું ધમાકેદાર એન્ટ્રી, આજથી શોરૂમ ખુલશે
આજે એલોન મસ્ક (Elon Musk) ની ટેસ્લા કંપની ભારતમાં તેનો પહેલો મોટો શો-રુમ ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટર (esla Experience Center) શરુ કરવા જઈ રહી છે. ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈના બ્રાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં આજે એક મેગા ઈવેન્ટ દ્વારા ટેસ્લાનું ભારતમાં પગરણ થવાનું છે. ટેસ્લાને અંધેરી RTO તરફથી ખાસ મંજૂરી આપવામાં આવી છે. અંધેરી RTO દ્વારા એલન મસ્કની EV જાયન્ટ એવી ટેસ્લા કંપનીને ટ્રેડ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જેનાથી ટેસ્લા હવે ભારતમાં પોતાની કારને પ્રદર્શિત કરી શકે છે, ટેસ્ટ ડ્રાઈવ ઓફર કરી શકશે અને વેચાણ પણ કરી શકશે.

Tesla in India : ટેસ્લા મોડેલ વાય
ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થનારી પ્રથમ ટેસ્લા કાર મોડેલ વાય હશે. આ ઈલેક્ટ્રિક ક્રોસઓવર માટે પેટન્ટ અને ટ્રેડમાર્ક દેશમાં પહેલાથી જ ફાઈલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં મોડેલ Y ને ભારતીય રસ્તાઓ પર ઘણી વખત પરીક્ષણ કરતી જોવા મળી છે. મોડેલ Y વર્લ્ડવાઈડ 2 મુખ્ય વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે. જેમાં લોંગ રેન્જ રીઅર-વ્હીલ ડ્રાઈવ (RWD) અને લોંગ રેન્જ ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD). ટેસ્લાને મોડલ Y ને ભારતમાં જાહેર રસ્તાઓ પર દોડાવવા માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સની કલમ 35 અંતર્ગત ટ્રેડ સર્ટિફિકેટ પર મહોર મારવામાં આવી છે. જેનાથી ટેસ્લા પોતાની કાર માટે એક્ઝિબિશન સેન્ટર, સેલિંગ સેન્ટર, સર્વિસ સેન્ટર અને વર્કશોપ શરુ કરી રહી છે.
Tesla in India : મોડલ Y બાદ મોડલ 3 રજૂ થશે
લોંગ રેન્જ RWD વર્ઝનની અંદાજિત રેન્જ 574 કિમી (EPA) છે. આ કાર 5.4 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. ડ્યુઅલ મોટર્સથી સજ્જ લોંગ રેન્જ AWD મોડેલ 527 કિમીની રેન્જ આપે છે અને 4.6 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. ભારતમાં બનેલી 5 ટેસ્લા મોડેલ Y SUV મુંબઈમાં આવી ચૂકી છે. દરેક મોડેલ Y ની કિંમત લગભગ રૂ. 27.7 લાખ (આશરે $31,988) છે.
જો કે ભારતમાં $40,000 થી ઓછી કિંમતના સંપૂર્ણ એસેમ્બલ ઈલેક્ટ્રિક વાહનો પર લાગુ 70% આયાત ડ્યુટીને કારણે દરેક યુનિટ પર આયાત ડ્યુટી $56,000 (₹48 લાખ) થી વધુ થવાની ધારણા છે, જેમાં વધારાના સ્થાનિક કર અને વીમાનો સમાવેશ થતો નથી. મોડેલ Y પછી ટેસ્લાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર મોડેલ 3 વેચાણ માટે રજૂ કરવામાં આવશે. મુંબઈના બ્રાંદ્રા-કુર્લા શોરૂમમાં મોડેલ 3 નું ડિસ્પ્લે યુનિટ મૂકાશે. જોકે, મોડલ 3નું વેચાણ આ વર્ષના અંતમાં જ શરૂ થવાની ધારણા છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
: Tesla in India : આજે મુંબઈના બ્રાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટરનું થશે ધમાકેદાર ઓપનિંગ#TeslaIndia #TeslaLaunch #ElonMusk #ModelYIndia
Table of Contents