Tension in Mathura: મથુરામાં ગૌરક્ષક સંત ‘ફરસાવાળા બાબા’ની હત્યા ગૌતસ્કરોએ ટ્રક નીચે કચડ્યા, હાઈવે પર ચક્કાજામ અને ભારે તણાવ

0
115
Tension in Mathura
Tension in Mathura

Tension in Mathura: ઉત્તર પ્રદેશના મથુરામાં ગૌરક્ષા આંદોલનનો જાણીતો ચહેરો ગણાતા સંત ચંદ્રશેખર ઉર્ફે **’ફરસાવાળા બાબા’**ની નિર્મમ હત્યા બાદ સમગ્ર બ્રજ ક્ષેત્રમાં ‘ભારેલો અગ્નિ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગૌતસ્કરોનો પીછો કરી રહેલા બાબાને ટ્રક નીચે કચડી નાખવાની ઘટના સામે આવતા દિલ્હી-આગ્રા હાઈવે પર સેંકડો ગૌરક્ષકોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Tension in Mathura

Tension in Mathura: કઈ રીતે બની હત્યાની ઘટના?

શુક્રવારે વહેલી સવારે અંદાજે 4 વાગ્યે, કોસીકલાં વિસ્તારના નવીપુર ગામ પાસે આ ઘટના બની હતી.

  • પીછો અને હુમલો: ફરસાવાળા બાબા પોતાની બાઈક પર ગૌતસ્કરોનો પીછો કરી રહ્યા હતા.
  • જીવલેણ અકસ્માત: ગૌતસ્કરોએ પોતાની ગાડી (ટ્રક) બાબાની બાઈક પર ચડાવી દીધી હતી, જેના કારણે સંતનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

Tension in Mathura: એક આરોપી ઝડપાયો, ત્રણ ફરાર

ઘટના બાદ સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને ભાગી રહેલા એક મુસ્લિમ યુવકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. જોકે, અન્ય ત્રણ આરોપીઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા છે. પોલીસની અલગ-અલગ ટીમો હાલ આ ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.

Tension in Mathura: હાઈવે પર આક્રોશ અને ચક્કાજામ

બાબાની હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ મોટી સંખ્યામાં ગૌરક્ષકો અને ભક્તો દિલ્હી-આગ્રા હાઈવે પર ઉતરી આવ્યા હતા.

  • ટ્રાફિક જામ: છાતા પાસે હાઈવે જામ કરી દેવાતા કિલોમીટરો સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી.
  • પથ્થરમારો અને સૂત્રોચ્ચાર: ગુસ્સે ભરાયેલા લોકોએ પથ્થરમારો કરી વિરોધ નોંધાવ્યો હતો અને ફરાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ તેમજ ગૌતસ્કરી વિરુદ્ધ કડક કાયદાની માંગ કરી છે.

કોણ હતા ફરસાવાળા બાબા?

સંત ચંદ્રશેખર ઉર્ફે ફરસાવાળા બાબા બ્રજ ક્ષેત્રમાં ગૌરક્ષા માટે સમર્પિત હતા. તેઓ હંમેશા ગૌતસ્કરી રોકવા માટે સક્રિય રહેતા, જેના કારણે ગૌતસ્કરોમાં તેમનો ફાળ રહેતો હતો. તેમની હત્યાથી સ્થાનિક લોકોમાં ભારે શોક અને રોષની લાગણી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ‘નીકળ લુખ્ખા, મારું પો. સ્ટેશન છે’, ફરિયાદ કરવા ગયેલા કંપનીના માલિક સાથે PSIનું અસભ્ય વર્તન; SPએ પણ અધિકારીનો બચાવ કર્યો