ગુજરાતના ૧૫ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર

0
58

અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું!

લોકોએ બપોરના સમયે ઘર અને ઓફિસોની બહાર જવાનું ટાળ્યું

ગુજરાતમાં હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે. બપોરના સમયમાં લૂ અને હિટવેવના કારણે લોકો ઘર અને ઓફીસની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તે વચ્ચે ગુજરાતના ૧૫ જેટલા શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર નોંધાયું છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે આણંદમાં ૪૩.૭ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૩.૫ ડિગ્રી, વડોદરા અને અમરેલીમાં ૪૩.૨ ડિગ્રી, રાજકોટમાં ૪૨.૯ ડિગ્રી, ડીસામાં ૪૨.૮ ડિગ્રી, કેશોદમાં ૪૨.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભૂજમાં પણ તાપમાન ૪૨.૬ ડિગ્રી નોંધાયું હતું. કાળજાળ ગરમીને જોતા જનતાને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે.