Tech News: શાઓમીની સબ-બ્રાન્ડ રેડમીએ આજે (6 જાન્યુઆરી) ભારતીય બજારમાં પોતાનો નવો 5G સ્માર્ટફોન ‘રેડમી નોટ 15’ લોન્ચ કર્યો છે. લોઅર મિડ-રેન્જ સેગમેન્ટમાં લોન્ચ થયેલો આ ફોન 108 મેગાપિક્સલ કેમેરા, શક્તિશાળી Snapdragon 6 Gen 3 પ્રોસેસર અને 5520mAh મોટી બેટરી સાથે રજૂ થયો છે.
કંપનીએ ફોનને બે સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે, જેમાં શરૂઆતની કિંમત ₹19,999 રાખવામાં આવી છે. ફોનનું વેચાણ 9 જાન્યુઆરીથી શરૂ થશે. લોન્ચ ઓફર હેઠળ ગ્રાહકોને ₹3,000 સુધીનું કેશબેક પણ મળશે.

Tech News: રેડમી નોટ 15: વેરિઅન્ટ પ્રમાણે કિંમત
| વેરિઅન્ટ | કિંમત |
| 8GB RAM + 128GB સ્ટોરેજ | ₹19,999 |
| 8GB RAM + 256GB સ્ટોરેજ | ₹21,999 |
Tech News: ડિઝાઇન અને બિલ્ડ ક્વોલિટી
‘રેડમી નોટ 15’માં 7.35mm પાતળું ડિઝાઇન આપવામાં આવ્યું છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે. ફોનના પાછળના ભાગે ટેક્સચર્ડ પ્લાસ્ટિક બેક કવર સાથે મોટું રાઉન્ડ શેપનું કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યું છે. સુરક્ષાની દ્રષ્ટિએ ફોનમાં IP66 રેટિંગ છે, જે તેને ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષિત રાખે છે.

કેમેરા ફીચર્સ
ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે:
- 108MP મુખ્ય કેમેરા (OIS સાથે, 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ)
- 8MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ
સાથે જ મલ્ટીફોકલ પોર્ટ્રેટ અને ડાયનેમિક શૉટ્સ જેવા ફીચર્સ પણ મળશે.
સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 20MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
Tech News: પર્ફોર્મન્સ
‘રેડમી નોટ 15’માં Qualcomm Snapdragon 6 Gen 3 ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 4nm ટેકનોલોજી પર આધારિત છે અને 2.4GHz સુધીની ક્લોક સ્પીડ આપે છે. કંપનીનો દાવો છે કે આ ચિપસેટ અગાઉની જનરેશનની સરખામણીમાં 30% CPU અને 10% GPU પર્ફોર્મન્સ બૂસ્ટ આપે છે. ફોન Xiaomi HyperOS 2 પર ચાલે છે અને 48 મહિનાની લેગ-ફ્રી પર્ફોર્મન્સની ખાતરી આપવામાં આવી છે.
ડિસ્પ્લે
સ્માર્ટફોનમાં 6.77-ઇંચ Full HD+ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 3200 નિટ્સ પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે.
Hydro Touch 2.0 ફીચરથી ભીના હાથે પણ ટચ સરળ રહેશે. સાથે જ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને TÜV ટ્રિપલ આઈ કેર સર્ટિફિકેશન પણ આપવામાં આવ્યું છે.
Tech News: બેટરી અને ચાર્જિંગ
પાવરબેકઅપ માટે ફોનમાં 5520mAh બેટરી આપવામાં આવી છે, જે કંપની અનુસાર ફુલ ચાર્જ પર 1.6 દિવસ સુધી ચાલે છે. ચાર્જિંગ માટે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે અને 5 વર્ષની બેટરી હેલ્થનો દાવો કરવામાં આવ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો.




