ટીમ ઇન્ડિયા ૧૨૧ પોઈન્ટ સાથે ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ સ્થાને
BCCI સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને તમામ ક્રિકેટ રસિકોને મોટી ખુશખબરી આપી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શીપ ૨૦૨૩ની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જય શાહે કહ્યું છે કે, “ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટ રેંકિંગમાં ઓસ્ટ્રેલિયાને પછાડી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.” ICC દ્વારા વાર્ષિક રેન્કિંગ અપડેટ કર્યા બાદ ટીમ ઈન્ડિયા ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બની ગઈ છે. મહત્વનું છે કે, WTC ફાઈનલ મેચ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલમાં 7 જૂનથી 11 જૂન દરમિયાન રમાવવાની છે. ટીમ ઈન્ડિયા 121 પોઈન્ટ સાથે ટેસ્ટમાં પ્રથમ ક્રમાંકે, જ્યારે ઓસ્ટ્રેલિયાના 116 પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે છે. ઉપરાંત, ઈંગ્લેન્ડ ટેસ્ટ રેંકિંગમાં ત્રીજા સ્થાને છે.