Taylor Swift : 2020 જો બાઇડન, 2021 એલન મસ્ક, 2022 ઝેલેન્સ્કિ અને હવે ૨૦૨૩માં ટેલર શિફ્ટ્સ (Taylor Swift) ને ટાઇમ પર્સન ઑફ ધ યર ૨૦૨૩નો એવોર્ડ મળ્યો છે, ટેલર સ્વિફ્ટે (Taylor Swift) સમગ્ર વિશ્વમાં પોતાનું નામ કમાવ્યું છે અને તેને આંતરરાષ્ટ્રીય આઇકોન તરીકે જોવામાં આવે છે. ટેલર સ્વિફ્ટે (Taylor Swift) તેની કારકિર્દીમાં ઘણા ગીતો ગાયા છે અને ઘણા ગીતો પણ લખ્યા છે. એમાં કોઈ શંકા નથી કે તેઓ સંગીત જગતનું એક મોટું નામ છે. તેમના ગીતો દુનિયાભરના યુવાનોની પ્લે-લિસ્ટમાં જોવા મળે છે. અને હવે તેમને વર્ષ 2023માં વિશેષ સન્માન મળ્યું છે. તેમને ટાઈમ પર્સન ઓફ ધ યર 2023 જાહેર કરવામાં આવ્યા છે.
કોણ છે ટેલર સ્વિફ્ટ ?
ટેલર સ્વિફ્ટ (Taylor Swift) સ્ટાઈલીસ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે, તેમણે ગીતોની સાથે સાથે અભિનય પણ કરેલો છે, તેમને કારકિર્દીમાં ઘણા એવોર્ડ પણ મળ્યા છે. હવે તેમને વર્ષ 2023માં ખાસ મેડલ મળ્યો છે. તેનાથી તે ખૂબ જ ખુશ છે અને તેમણે તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. સિંગરે એવોર્ડ મેળવ્યા બાદ એક ઈન્ટરવ્યુમાં કહ્યું- મારા જીવનમાં પહેલીવાર હું આટલો ગર્વ અને ખુશી અનુભવી રહી છું. ટેલર સ્વિફ્ટ (Taylor Swift) ની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના ઈન્સ્ટાગ્રામ પર 278 મિલિયન ફોલોઅર્સ છે, તેમની કારકિર્દીમાં તેમણે સ્પીક નાઉ, ફિયરલેસ, રેડ, મિડનાઈટ અને લવર જેવા આલ્બમ બહાર પાડ્યા છે, જે ખૂબ જ લોકપ્રિય રહ્યા છે.
ટેલર સ્વિફ્ટની કમાણી કેટલી છે ? | Taylor Swift’s Earnings ?
ટેલર સ્વિફ્ટની કમાણી પણ ઘણી વધારે છે અને તેની નેટવર્થ ખુબ જ હાઇ છે. તેમની પાસે 9 હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. એક અહેવાલ અનુસાર, શાહરૂખ ખાનની કુલ સંપત્તિ 6327 કરોડ રૂપિયા છે. શાહરૂખની ગણના દેશના સૌથી ધનિક અભિનેતાઓમાં થાય છે. પરંતુ શાહરૂખ પણ પોપ ક્વીન ટેલર સ્વિફ્ટની નેટવર્થની બરાબરીમાં ક્યાય દૂર છે, ટેલર સ્વિફ્ટ માત્ર આલ્બમ્સ જ નહીં પરંતુ સ્ટેજ શોમાંથી પણ ઘણી કમાણી કરે છે. તે એક શો માટે લગભગ 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
ભારત સાથે શુ છે કનેક્શન ?
પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ તાજેતરમાં જ કેનેડાના વેનકુવરમાં એક રેસ્ટોરન્ટમાં અમેરિકન પોપ સિંગર ટેલર સ્વિફ્ટ (Taylor Swift) સાથે દેખાયા હતા, જે ખૂબ વાયરલ થયું હતું જેથી દિલજીતે સોશિયલ મીડિયા એક્સ પર ગોપનીયતા જાળવવા વિનંતી કરી હતી