“સંપૂર્ણપણે ગેરકાયદેસર”: મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુના 5 કલેક્ટરને મોકલેલા EDના સમન્સ પર સ્ટે મૂક્યો

0
350
Madras High Court
Madras High Court

મદ્રાસ હાઈકોર્ટે ગેરકાયદે રેતી ખનનથી થતી કથિત મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તમિલનાડુના પાંચ જિલ્લા કલેક્ટર ને જારી કરાયેલા સમન્સ પર સ્ટે મૂક્યો હતો. કોર્ટે સમન્સ પર ત્રણ અઠવાડિયા માટે સ્ટે મૂક્યો છે, પરંતુ DMKની વિનંતી મુજબ ED તપાસ પર રોક લગાવી નથી. જયારે કલેક્ટર્સ અને રાજ્ય સરકારે ત્રણ અઠવાડિયામાં ED સમક્ષ જવાબ રાજુ કરવાનો છે.

જસ્ટિસ એસએસ સુંદર અને જસ્ટિસ સુંદર મોહનની બનેલી મદ્રાસ હાઈકોર્ટની બે જજની બેન્ચે ગઈકાલે અરિયાલુર, વેલ્લોર, તંજાવુર, કરુર અને તિરુચિરાપલ્લી જિલ્લાઓના કલેક્ટર્સ વતી રાજ્યના જાહેર વિભાગના સચિવ કે નન્થાકુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો મુલતવી રાખ્યો હતો.

Madras High Court

અરજીમાં તપાસ એજન્સી ED ના સમન્સને અમાન્ય ગણવાની માંગે કરવામાં આવી છે, જેમાં કલેકટર અધિકારક્ષેત્ર સંબંધિત રેતીના ખાણકામની કામગીરી અંગે વિગતો આપવા માટે વિવિધ તારીખો પર વ્યક્તિગત ફરજિયાત હાજર રેહવાનું કહેવામાં આવ્યું છે. તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સમન્સ જારી કર્યા છે.

તેમની અરજીમાં નન્થાકુમારે દલીલ કરી હતી કે EDએ તપાસની આડમાં જિલ્લા કલેક્ટરને સમન્સ જારી કરવાની વ્યાપક અને મનસ્વી પ્રથા શરૂ કરી છે.

તમિલનાડુ સરકારની પ્રતિક્રિયા

રાજ્ય સરકારે દલીલ કરી હતી કે ED પાસે આવી નિરંકુશ સત્તાઓ નથી અને તેણે કલેક્ટર ને સમન્સ પાઠવવું એ સંઘવાદની ભાવના વિરુદ્ધ છે. તેમણે દાવો કરતા કહ્યું કે, ગેરકાયદેસર રેતી ખનન કેસોમાં FIR દાખલ કરી છે અને તેઓ વિગતો આપવા તૈયાર છે, સરકાર દ્વારા દલીલ કરવામાં આવી કે, કેન્દ્રીય એજન્સીએ માત્ર રાજ્ય સરકાર દ્વારા વિગતો માંગવી જોઈએ અને કોઈપણ તપાસ તેની સંમતિથી થવી જોઈએ.

IIT નિષ્ણાતના સર્વેક્ષણને ટાંકીને, EDએ દાવો કર્યો હતો કે તમિલનાડુમાં 4,500 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર રેતી ખનન થયું હતું અને આક્ષેપ કર્યો હતો કે આ આવકનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેની પાસે કલેક્ટરને બોલાવવાની સત્તા છે. જો કે, ગઈકાલે ન્યાયાધીશોએ કહ્યું હતું કે એજન્સી (ED) પાસે મર્યાદિત સત્તા છે.

શાસક DMKએ ભાજપ પર વિપક્ષ શાસિત રાજ્યોમાં રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સહિતની કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો છે અને ED કેસોમાં દોષિત ઠરવાનો દર લગભગ શૂન્ય છે.

આ વચગાળાનો આદેશ છે, તેને વિપક્ષની મોટી રાજકીય જીત તરીકે જોવામાં આવી રહી છે. જો કે, આ મુદ્દો લાંબી કાનૂની લડાઈમાં ફેરવાઈ શકે છે, જેને ED કાનૂની રીતે પડકારી શકે છે.