દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઈ

0
149

દરેક કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા .  પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો. તેમજ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે .

પરીક્ષા શરુ થાય તે પહેલા પેપરો રવાના કરવામાં આવ્યા અને ઇન્ચાર્જ કલેક્ટર દ્વારા વિડીયોગ્રાફીની વ્યવસ્થા કરવામાં આવી. જિલ્લામાં કુલ 9000 ઉમેદવારો પરીક્ષા આપી.  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા દ્વારકા ભાણવડ અને કલ્યાણપુર ચાર તાલુકાના કુલ 33 બિલ્ડીંગો પરીક્ષા કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાયા છે .

તમામ જગ્યાએ સીસીટીવી સાથે દરેક બિલ્ડીંગ ઉપર ખાસ અધિકારી તથા સંચાલકને ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી.  

આ વખતે તમામ ઉમેદવારો પાસેથી હાજરી બાબતે સહમતિ લેવામાં આવી છે.  

અહી ઉલ્લેખનીય છેકે આજે રાજ્યભરમાં તલાટી -કમ મંત્રીની પરીક્ષા યોજાઈ હતી. અને  આ પરીક્ષામાં  8.65 લાખ ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો થશે .

ગુજરાતભરકેન્દ્રોમાં ઉમેદવારો સમયસર તલાટીની પરીક્ષાને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ હતા. રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ જિલ્લામાં પરીક્ષા આપવા માટે ઉમેદવારો માટે દરેક જિલ્લાઓમાં વધારાની બસો નિગમ દ્વારા દોડાવવાની સંપૂર્ણ તૈયારી કરાઈ હતી

આ ઉપરાંત રાજ્યભરના ઉમેદવારોને મોબાઈલ સહિતની પ્રતિબંધિત સામગ્રી વર્ગખંડમાં ન રાખવાની પણ સુચના આપવામાં હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ