Tableau winner: 75માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લો વિજતાનું નામ જાહેર, ગુજરાતે બીજા વર્ષે પણ મારી બાજી

0
532
Tableau winner 2024: 75માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લો વિજતાનું નામ જાહેર, ગુજરાતે મારી બાજી
Tableau winner 2024: 75માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લો વિજતાનું નામ જાહેર, ગુજરાતે મારી બાજી

Tableau winner 2024: આ વર્ષે દેશે 75મો ગણતંત્ર દિવસ ઉજવ્યો છે. જેમાં ઉજવણીના ભાગરૂપે કર્તવ્ય પથ પર ટેબ્લો અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ વર્ષે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ હાજર રહ્યા હતા.

ગણતંત્ર દિવસની પરેડમાં ભારતના રાજ્યોએ તેમજ વિવિધ મંત્રાલયો અને વિભાગોએ તેમની ઝાંકી રજૂ કરી હતી. જેમાંથી સંસ્કૃતિ મંત્રાલયની ઝાંકીને પ્રથમ ઈનામ (Tableau winner 2024) મળ્યું છે. જેની માહિતી સાંસ્કૃતિક મંત્રાલયે આપી હતી. 

Tableau winner 2024: 75માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લો વિજતાનું નામ જાહેર, ગુજરાતે મારી બાજી
Tableau winner 2024: 75માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લો વિજતાનું નામ જાહેર, ગુજરાતે મારી બાજી

Tableau winner 2024: કર્તવ્યપથ પર લહેરાયો ગરવી ગુજરાતનો પરચમ: ધોરડો ટેબ્લો ફસ્ટ

 75માં પ્રજાસત્તાક પર્વે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ”કર્તવ્ય પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા.

ગુજરાત દ્વારા પણ 26 જાન્યુઆરીએ  ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યો – ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” નામનો ટેબ્લો, જેને લોકો તરફથી ખુબ પ્રેમ મળ્યો અને સૌથી વધુ વોટ ગુજરાતના ટેબ્લોને મળ્યા, આમ ગુજરાત ટેબ્લોમાં પ્રથમ (Tableau winner 2024) આવ્યું છે. આમ ગુજરાતના ટેમ્બોએ દેશમાં ગૌરવ વધાર્યુ છે.

છેલ્લા બે વર્ષથી પીપલ્સ ચોઈસ એવોર્ડમાં ગુજરાતની ઝાંખી પ્રથમ સ્થાને

Tableau winner 2024: Tableau winner announced in 75th Republic Day parade, Gujarat wins
Tableau winner 2024: Tableau winner announced in 75th Republic Day parade, Gujarat wins

ગુજરાતના ટેબ્લોમાં કચ્છની ઓળખ સમા ‘ભૂંગા’, રણોત્સવ, ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણ, ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિને દર્શાવતાં નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા.

ટેબ્લોની સાથે UNESCOના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં તાજેતરમાં જ સામેલ કરવામાં આવેલા ગુજરાતના ભાતીગળ ગરબાની પ્રસ્તુતિએ ચાર ચાંદ લગાવી દીધા હતા. ટેબ્લોની સાથે રજૂ થયેલા ગરબામાં કચ્છી ગાયિકા દિવાળીબહેન આહિરે તેમનો કંઠ આપીને સંગીતબદ્ધ કર્યો હતો

Tableau winner 2024: જયારે ઓડિશાની ઝાંકીને જજીઝ ચોઈસની કેટેગરીમાં શ્રેષ્ઠ રાજ્યની ઝાંકી તરીકે ઘોષિત કરવામાં આવી. તેમજ સતત બીજા વર્ષે ગુજરાતના ટેબ્લો (Gujarat’s Tableau) ને પિપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં પ્રથમ અને જજીઝ ચોઈસ કેટેગરીમાં બીજું સ્થાન મળ્યું હતું.

75માં પ્રજાસત્તાક દિવસ પર 25 મનમોહક ઝાંકીઓ

16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને 9 મંત્રાલયો અને વિભાગોની એમ કુલ 25 મનમોહક ઝાંખીઓ સાથેની પરેડમાં, શિક્ષણ અને સશક્તિકરણથી લઈને પરંપરાગત કળા અને રમતગમતની સિદ્ધિઓ સુધીના વિષયો પર ઝાંકીઓની ઝલક બતાવી હતી.

જેમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, લદ્દાખ, તમિલનાડુ, ગુજરાત, મેઘાલય, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, મણિપુર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો. 

ઉપરાંત ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, બંદરો, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO), શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય, સેન્ટર ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), ચૂંટણી પંચ અને કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ (CPWD) જેવા 9 મંત્રાલયો અને વિભાગોએ પણ ઝાંકી રજૂ કરી હતી. 

પરેડમાં સંસ્કૃતિ મંત્રાલયની ઝાંખીએ પ્રથમ પુરસ્કાર જીત્યો

75માં પ્રજાસત્તાક દિવસની પરેડનો ભાગ બનેલા ટેબ્લોમાં સંસ્કૃતિ મંત્રાલયની ‘ભારતઃ મધર ઓફ ડેમોક્રેસી’ થીમ આધારિત ટેબ્લોએ પ્રથમ ઇનામ (Tableau winner 2024) મેળવ્યું છે.

2 90

સાંસ્કૃતિક મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારતનો સાંસ્કૃતિક વારસો – જેને ઘણી વખત લોકશાહીની માતા તરીકે ઓળખવામાં આવે છે” પ્રદર્શિત કરવા માટે ટેબ્લોએ પરંપરા અને નવીનતાને મિશ્રિત કરી અને એનામોર્ફિક ટેકનિકના તેના માસ્ટરફુલ ઉપયોગથી પ્રેક્ષકોને મોહિત કર્યા.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने