રાજકોટીયન્સને પાણી પૂરવું પાડવા તંત્રની કવાયત

0
69

ન્યારી -૧ ડેમમાં પાણી ઠાલવવાનું શરુ

રાજકોટીયન્સને પાણી પૂરું પાડનારા આજી અને ન્યારી ડેમમાં હાલ જૂન સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.  રાજકોટ મનપા દ્વારા બીજા તબક્કાનું બાકી રહેલ સૌની યોજનાનું આજી-૧ ડેમમાં ૨૦૧ MCFT તથા ન્યારી-૧ ડેમમાં 165 MCFT પાણી ઠાલવવા સરકારને પત્ર લખી માંગ કરવામાં આવી હતી. જે બાદ ન્યારી-૧ ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું છે, જયારે આજી-૧ ડેમમાં ૧૫ મે થી પાણી ઠાલવવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં આજી-૧માં ૪૭૯.ર૦ MCFT અને  ન્‍યારીમાં ૪૮૯.ર૦ MCFT પાણી છે.