કેન્દ્રીય ગૃહમંત્રીએ આપી હતી ચેતવણી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની કડક ચેતવણી બાદ મણિપુરમાં કેટલાક તોફાનીઓએ 140 જેટલા હથિયાર આત્મસમર્પણ કર્યું . આ હથિયારોમાં ટીયર ગેસ , રાઈફલ ,સ્થાનિક બનાવટની પિસ્તોલ ,ગન વિગેરે હથિયારોનો સમાવેશ થાય છે. અહી ઉલ્લેખનીય છેકે અમીતશાહના મુલાકાતના છેલ્લા દિવસે તોફાનીઓને આત્મસમર્પણ કરવાની કડક ચેતવણી આપી હતી.
છેલ્લા ઘણા દિવસોથી મણિપુરમાં વંશીય હિંસા બાદ સ્થિતિ તંગ બની છે અને સુરક્ષા દળોએ સતત બંદોબસ્ત વચ્ચે તંગ બનેલી સ્થિતિને કાબુમાં લીધી હતી.
મણીપુરના સ્થાનિકોને આ હિંસા બાદ પોતાના ઘર અને વ્યવસાયમાં નુકશાન થયું હતું અને સુરક્ષાદળો દ્વારા શિબિરોમાં આશ્રય આપવામાં આવ્યો હતો. થોડા દિવસ શાંત રહ્યા બાદ ફરી હિંસા ભડકી હતી.
વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ