Surat: હજીરામાં 5 હજાર કર્મચારીઓની ઉગ્ર હડતાલ, કંપનીમાં તોડફોડ કરી આગચંપી કરી, પોલીસે 40 ટીયરશેલ છોડ્યા

0
64
Surat:
Surat:

Surat: હરિયાણાના પાણીપત  ખાતે કર્મચારીના મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની અસર સુરતના હજીરા વિસ્તારમાં આવેલા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્રોજેક્ટ સાઈટ પર જોવા મળી છે. મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ બેઝ પર કાર્યરત અંદાજે 5000થી વધુ કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી આવ્યા હતા અને પગાર વધારો તેમજ કામના કલાકોમાં વધારા જેવા મુદ્દાઓને લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

Surat:

Surat : કંપનીમાં 10 ગાડીઓમાં આગ ચાંપી અને તોડફોડ

Surat:

સવારથી જ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. ઉશ્કેરાયેલા ટોળાએ પ્લાન્ટ પરિસરમાં 10થી વધુ વાહનોમાં તોડફોડ કરી અને કેટલીક ગાડીઓ તેમજ ચાર બાઈકને આગચંપી કરી હતી. કંપનીની ત્રણ ફાયર ફાઈટર ગાડીઓને પણ ભારે નુકસાન પહોંચાડાયું હતું. એન્ટ્રી-એક્ઝિટ ગેટ પર લગાવેલા મશીનોને નુકસાન પહોંચાડતા સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

Surat : પોલીસ 40 ટીયર ગેસ છોડ્યા

Surat:

ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ સાથે 40થી વધુ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. હિંસક તોડફોડના મામલે અત્યાર સુધીમાં 25થી વધુ શ્રમિકોની અટકાયત કરવામાં આવી છે.

હાલ પ્લાન્ટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને પરિસ્થિતિ શાંત પાડવા કંપનીના સત્તાધીશો અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

વધારે સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો