સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર?

0
157
સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર?
સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણનો દાવો

સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફરઃપૃથ્વીરાજ ચવ્હાણ

સુપ્રિયા સુલેનું નિવેદન

મને કેબિનેટમાં સામેલ થવા માટે કોઈએ કોઈ ઑફર નથીઃસુપ્રિયા સુલે

બાઈટ, સુપ્રિયા સુલે, સાંસદ  031-0.51

સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર મળી હોવાના દાવાને પગલે ફરી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં ફાટ પડી હોય તેવું લાગી રહ્યું છે. એનસીપીમાં વિભાજન બાદ ગઠબંધનમાં બધુ બરાબર નથી. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે કાકા શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર કરી હોવાનું કહેવાય છે. આ દાવાઓ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં અટકળોનો તબક્કો તેજ થઈ ગયો છે. સુપ્રિયા સુલેએ કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર અંગેની ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપી છે. સુપ્રિયા સુલેએ કહ્યું કે મને કેબિનેટમાં સામેલ થવા માટે કોઈએ કોઈ ઑફર નથી આપી અને ન તો કોઈ ચર્ચા થઈ છે.

પૃથ્વીરાજ ચવ્હાણે દાવો કર્યો હતો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે દાવો કર્યો છે કે અજિત પવાર દ્વારા ભાજપે શરદ પવારને કેબિનેટમાં સામેલ થવાની ઓફર કરી છે.

સંજય રાઉતે શું કહ્યું?

આ અટકળોને લઈને શિવસેના (UBT) નેતા સંજય રાઉતે પણ નિવેદન આપ્યું છે. સંજય રાઉતે અજિત પવાર પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે અજિત પવાર એટલા મોટા નેતા નથી કે તેઓ શરદ પવારને ઓફર કરે. તેમણે કહ્યું કે અજિત પવારને પવાર સાહેબે બનાવ્યા હતા. પવાર સાહેબને અજિત પવારે નથી બનાવ્યા. પવાર સાહેબનું કદ અને પદ ઘણું મોટું છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ