સુપ્રીમ કોર્ટે બિલકીસ બાનો કેસમાં ચુકાદો અનામત રાખ્યો

0
170
સુપ્રીમ કોર્ટે બિલકીસ બાનો કેસમાં ચુકાદો અનામત રાખ્યો
સુપ્રીમ કોર્ટે બિલકીસ બાનો કેસમાં ચુકાદો અનામત રાખ્યો

સુપ્રીમ કોર્ટે બિલકીસ બાનો કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. કેસ અંગેની જાણકારી જોઈએ તો બિલકીસ બાનો ગેંગ રેપ કેસમાં દોષિતોને સમય પહેલા જેલમુક્તિના મામલામાં સુનાવણી પૂર્ણ કરી છે. કોર્ટે પોતાનો નિર્ણય હાલ અનામત રાખ્યો છે. કોર્ટે પોતાનો નિર્ણય જાહેર કરતા પહેલા સરકારને રીલીઝ રેકોર્ડનું ભાષાંતર કરવા અને તેને સમયસર ઉપલબ્ધ કરવા કહેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે ગુજરાત સરકારે વર્ષ 2022માં બિલકીસ બાનો ગેંગ રેપ કેસમાં સજા માફ કરીને જેલમાંથી મુક્ત કાર્ય હતા. . ત્યાર બાદ બિલકીસ બાનો તરફથી સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. દોષિતોની વહેલી મુક્તિ માટે ગુજરાત સરકાર દ્વારા મુક્ત કરવાના સંબધિત નિર્ણયને કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. ગુજરાત સરકારને 16 ઓક્ટોબર સુધીમાં અનુવાદ સાથે દોષિતોને મુક્ત કરવાના સંબધિત રેકોર્ડ ફાઈલ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બી.વી.નાગરથના અને જસ્ટીસ ઉજ્જળ ભુઈયાની બેચ લાંબા સમયથી આ કેસની સુનાવણી કરી હતી. વર્ષ 2002ના રમખાણો દરમિયાન બિલકીસ બાનો પર ગેંગ રેપ અને તેમના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોને વહેલી મુક્તિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી જેની સુનાવણી હાથ ધરવામાં આવી છે. જયારે દોષિતોને વહેલી મુક્તિનો આદેશ કરવામાં આવ્યો ખુબ જ ચર્ચાસ્પદ બની હતી અને આ મામલે ચર્ચા પણ ખુબ થઇ હતી કારણકે દોષિતોને ફૂલહારથી વાજતે ગાજતે જેલ બહાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખતા પહેલા વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે તેમની કાઉન્ટર દલીલમાં કહ્યું કે આ કેસમાં સર્વોચ્ચ અદાલતનો નિર્ણય બંધારણની અંતરાત્માને પ્રતિબંધિત કરશે. ઇન્દિરા જયરાજ સિંહે પુનરોચ્ચાર કર્યો કે જેલ મુક્તિના આદેશો કરતા પહેલા ભાર પૂર્વક જણાવ્યું કે દોષિતોને વહેલા છોડતા પહેલા સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતોને અનુસરવા જોઈએ . બિલકીસ બાનો સાથે આચરવામાં આવેલા અપરાધ પ્રેરિત હતો. અને અગાઉની સુનાવણીમાં દલીલો પણ કરવામાં આવી હતી કે વર્ષ ૨૦૦૩ણા ગોધરા કાંડ પછીના રમખાણો દરમિયાન જે કૃત્ય કરવામાં આવ્યું જેમાં બિલકીસ બાનો સાથે આચરવામાં આવેલો ગુન્હો ધર્મના આધારે કરવામાં આવ્યો અને જે માનવતા વિરુદ્ધનો ગુન્હો હતો.

બિલકીસ બાનો ગેંગ રેપ કેસમાં પોતાની દલીલ કરતા વકીલ વૃંદા ગ્રોવરે દંડની રકમ ચુકવણી કરવા છતાં ગુજરાત સરકાર દ્વારા દોષિતોને મુક્ત કરવા પર સવાલ ઉઠાવ્યો. જે બોમ્બે હાઈકોર્ટે પીડીતને વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તેમને દલીલ કરીકે જ્યાં સુધી દંડ ચુકવવામાં ન આવે અથવા સજા ભોગવવામાં ન આવે ત્યાં સુધી દોષિતો બહાર આવી શકતા નથી. આ ઉપરાંત દોષિતોએ મુંબઈ ટ્રાયલની અંતર્ગત તેમના પર કતાયેલો દંડ જમા કરાવ્યો હતો જે વિવાદને ટાળવા માટે હતો. અને સુરીમ કોર્ટના ચુકાદાની રાહ જોયા વિના દંડની રકમ જમા કરાવી તે અંગે સુપ્રીમ કોર્ટે પ્રશ્નો પૂછ્યા કે પરવાનગી લીધા વિના દંડની રકમ કેમ જમા કરવો છે ? ત્યારે અરજદારે કહ્યું હતું કે દોષિતોએ તેમના પર મુકવામાં આવેલા દંડની રકમની ચુકવણી કરી નથી અને દંડ ન ચૂકવવાથી માફીના આદેશો ગેર કાયદેસર છે