Bulldozer Action: બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમની લાલ આંખ… તમે માત્ર એટલા માટે કોઈનું ઘર તોડો છો કે તે…

0
221
Bulldozer Action: બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમની લાલ આંખ... તમે માત્ર એટલા માટે કોઈનું ઘર તોડો છો કે તે...
Bulldozer Action: બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમની લાલ આંખ... તમે માત્ર એટલા માટે કોઈનું ઘર તોડો છો કે તે...

Bulldozer Action: દેશભરમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહીનો મામલો સોમવારે (2 સપ્ટેમ્બર 2024) સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. ઉદયપુરમાં છરાબાજીના આરોપી બાળકના પિતાના ઘર પર બુલડોઝર ચલાવવાના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે નગરપાલિકાના નિયમો અનુસાર ગેરકાયદે બાંધકામને નોટિસ આપીને જ તોડી શકાય છે. એટલા માટે નહીં કે કોઈના પર કોઈ ગુનાનો આરોપ છે. તેના પર કોર્ટે કહ્યું કે, આ સંબંધમાં કેટલીક માર્ગદર્શિકા નક્કી કરવાની જરૂર છે, જેનું તમામ રાજ્યોએ પાલન કરવું જોઈએ.

Bulldozer Action: બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમની લાલ આંખ... તમે માત્ર એટલા માટે કોઈનું ઘર તોડો છો કે તે...
Bulldozer Action: બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમની લાલ આંખ… તમે માત્ર એટલા માટે કોઈનું ઘર તોડો છો કે તે…

સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તરપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ગુનેગારો સામે બુલડોઝરની કાર્યવાહી (Bulldozer Action) કરવાના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે કોઈ વ્યક્તિનું ઘર માત્ર એટલા માટે કેવી રીતે તોડી શકાય કે તે આરોપી છે. અરજીમાં નોટિસ વિના મકાનો તોડી પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

નોટિસ આપીને જ ગેરકાયદે બાંધકામ તોડી શકાશે

સર્વોચ્ચ અદાલતમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ નિયમો અનુસાર ગેરકાયદે બાંધકામને નોટિસ આપીને જ તોડી શકાય છે. આ પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ અંગે માર્ગદર્શિકા બનાવીશું. તમામ રાજ્યોએ તેનું પાલન કરવું જોઈએ. 

Bulldozer Action: જસ્ટિસ ગવઈએ શું કહ્યું?

જસ્ટિસ ગવઈએ કહ્યું કે યુપી સરકારના સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા અનુસાર જ સ્થાવર મિલકતને તોડી શકાય છે. યુપીના વિશેષ સચિવ ગૃહે પણ એફિડેવિટ દાખલ કરી છે. અમે અખિલ ભારતીય સ્તરે કેટલીક દિશાનિર્દેશો મૂકવાની દરખાસ્ત કરીએ છીએ, જેથી ચિંતાઓને દૂર કરી શકાય. અમે યુપી સરકારે લીધેલા પગલાની પ્રશંસા કરીએ છીએ.

અમને લાગે છે કે પક્ષકારોના વકીલ સૂચનો કરે તે યોગ્ય છે, જેથી કોર્ટ માર્ગદર્શિકા ઘડી શકે જે સમગ્ર ભારતીય સ્તરે લાગુ થશે. 

Bulldozer Action: બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમની લાલ આંખ... તમે માત્ર એટલા માટે કોઈનું ઘર તોડો છો કે તે...
Bulldozer Action: બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમની લાલ આંખ… તમે માત્ર એટલા માટે કોઈનું ઘર તોડો છો કે તે…

એડવોકેટ નચિકેતા જોષીને સૂચનો

જસ્ટિસ ગવઈએ કહ્યું કે, અમે દરેકને તેમની દરખાસ્તો વરિષ્ઠ વકીલ નચિકેતા જોશીને આપવા વિનંતી કરીએ છીએ અને તેમને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમને એકત્રિત કરીને કોર્ટમાં રજૂ કરે.

Bulldozer Action: આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે

તુષાર મહેતાની વાત સાંભળ્યા બાદ ન્યાયાધીશે તમામ પક્ષકારોને તેમના સૂચનો વરિષ્ઠ વકીલ નચિકેતા જોશીને આપવા જણાવ્યું હતું. તેમને જોયા બાદ સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા બનાવવામાં આવશે.

હવે આ મામલામાં આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે થશે.

Bulldozer Action પર કોર્ટની ટિપ્પણી

  • અમે અહીં ગેરકાયદેસર અતિક્રમણની વાત નથી કરી રહ્યા. આ કેસ સાથે સંબંધિત પાર્ટીઓ સૂચન આપે. અમે સમગ્ર દેશ માટે ગાઇડલાઇન જારી કરી શકીએ છીએ: સુપ્રીમ
  • કોઈનો દીકરો આરોપી હોઇ શકે, પણ આ આધારે બાપનું ઘર તોડી પાડવાનું! આ યોગ્ય કાર્યવાહી નથી: સુપ્રીમ
  • કોઈપણ આરોપીની મિલકત એટલા માટે નથી તોડી પાડવામાં આવી કારણ કે તેણે ગુનો કર્યો. આરોપીઓના ગેરકાયદેસર કબજા સામે મ્યુનિસિપલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે: સરકાર

પીડિતોને બચવાની તક નથી આપી: અરજીમાં આક્ષેપ

જમિયતના વકીલ ફારૂક રશીદે કહ્યું કે, રાજ્ય સરકારો લઘુમતીઓને હેરાન કરવા અને ડરાવવા માટે ઘરો અને મિલકતો પર બુલડોઝરની કાર્યવાહીને પ્રોત્સાહન આપી રહી છે.

અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારોએ પીડિતોને પોતાનો બચાવ કરવાની તક આપી નથી. ઉલટાનું, કાનૂની પ્રક્રિયાની રાહ જોયા વિના પીડિતોને તરત જ સજા તરીકે ઘરો પર બુલડોઝર ચલાવી દીધું.

ઉદેપુર કેસની સુનાવણી વખતે સુપ્રીમ કહ્યું

તમને જણાવી દઈએ કે ઉદયપુરમાં છરાબાજીના આરોપી બાળકના પિતાના ઘર પર બુલડોઝરની કાર્યવાહી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પિતાનો પુત્ર જિદ્દી હોઈ શકે છે, પરંતુ જો તેના માટે તેનું ઘર તોડી પાડવામાં આવે તો… તેથી તેને કરવાની આ રીત યોગ્ય નથી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો