શિવસેના પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હને લઈને ખેંચતાણ
મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
સુપ્રીમ કોર્ટ 31 જુલાઈએ સુનાવણી કરશે
શિવસેનાના નામ અને ચિહ્નને લઈને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથની અરજી પર સુપ્રીમ કોર્ટ 31 જુલાઈએ સુનાવણી કરશે.શિવસેનાના નામ અને ચૂંટણી ચિન્હને લઈને બે મોટા નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલુ છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
આ છે કેસ
17 ફેબ્રુઆરીએ ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો આપતા ચૂંટણી પંચે શિંદે જૂથને શિવસેનાનું નામ અને પ્રતીક આપી દીધું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) એ આદેશ આપ્યો હતો કે શિવસેના પક્ષનું નામ અને ચૂંટણી ચિન્હ ‘ધનુષ અને તીર’ એકનાથ શિંદે જૂથ પાસે રહેશે. આ નિર્ણયને પડકારવા માટે ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથને આ મામલે સુનાવણી માટે તારીખ આપી છે.આ સોમવારે એટલે કે 10 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ ઉદ્ધવ ઠાકરેની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ ગઈ છે. કોર્ટે કહ્યું કે તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને પક્ષનું નામ અને ચિહ્ન ‘ધનુષ અને તીર’ ફાળવવાના ભારતના ચૂંટણી પંચના આદેશને પડકારતી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથની અરજી પર 31 જુલાઈએ સુનાવણી કરશે. ગયા વર્ષે એકનાથ શિંદેનો બળવા પછી અને ઉદ્ધવ ઠાકરેની સરકાર પડયા બાદ શિવસેનાના બે જૂથો વચ્ચે પક્ષના નામ અને ચૂંટણી ચિન્હને લઈને લડાઈ શરૂ થઈ ગઈ હતી. ચૂંટણી પંચે (EC) આ વર્ષે ફેબ્રુઆરીમાં એકનાથ શિંદેના જૂથને શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને ધનુષ અને તીરનું પ્રતીક ફાળવવાનો આદેશ આપ્યો હતો.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ