Super8 : અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આઇસીસીનો ટી20 વર્લ્ડકપ 2024 ચાલી રહ્યો છે. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને સુપર 8 માં જગ્યા બનાવી લીધી છે, વિશ્વકપની લીગ મેચો પુરી થઇ ચૂકી છે અને સાથે સાથે નેક્સ્ટ રાઉન્ડ સુપર-8નું પિક્ચર પણ સાફ થઇ ગયુ છે. ટોપ 8 ટીમો સુપર-8માં પ્રવેશી ચૂકી છે. હવે 8 ટીમો વચ્ચે નેક્સ્ટ રાઉન્ડ સેમીફીનલ માટે જંગ યોજાશે.

Super8 : કયા ગ્રુપમાં થી કઈ ટીમો થઇ ક્વોલીફાય
ભારતીય ટીમ અને અમેરિકા (યુએસએ) ગ્રુપ-એમાંથી ક્વૉલિફાય થયા છે. ગૃપ બીમાંથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગૃપ સીમાંથી જગ્યા બનાવી છે. જ્યારે ગૃપ-ડીમાંથી દક્ષિણ આફ્રિકા અને હવે બાંગ્લાદેશ સુપર-8માં ક્વૉલિફાય થયા છે.

Super8 : ભારતની પ્રથમ મેચ 20 જૂને
સુપર-8માં 4 ટીમોના બે ગૃપ હશે. જો આ બંને ગૃપમાંથી બે ટીમ ટોપ પર રહેશે તો તેમને સેમિફાઈનલમાં જગ્યા મળશે. ગૃપ-1માં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન છે. વેસ્ટ ઈન્ડિઝ, યુએસએ, દક્ષિણ આફ્રિકા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ગૃપ-2માં રાખવામાં આવ્યા છે.

રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમ સુપર-8 રાઉન્ડમાં તેની પ્રથમ મેચ 20 જૂને બાર્બાડોસમાં રમશે. આ મેચ અફઘાનિસ્તાન સામે થશે. આ પછી બીજી મેચ 22 જૂને એન્ટિગુઆમાં રમાશે. આ મેચમાં બાંગ્લાદેશ સાથે ટક્કર થશે.
ભારતીય ટીમ સુપર-8માં તેની છેલ્લી મેચ 24 જૂને સેન્ટ લુસિયામાં રમશે. આ ટક્કર બરાબરીની રહેવાની છે, જેમાં ઓસ્ટ્રેલિયા સાથે ટક્કર થશે. સુપર-8માં ભારતની તમામ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.

Super8 : સુપર-8નું ગૃપ
ગૃપ-1: ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન
ગૃપ-2: યુએસએ, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા
ટી20 વર્લ્ડકપ 2024માં Super8 મેચોનું શિડ્યૂલ
19 જૂન – યુએસએ વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, એન્ટિગુઆ, રાત્રે 8 વાગ્યે
20 જૂન – ઈંગ્લેન્ડ વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, સેન્ટ લુસિયા, સવારે 6 વાગ્યે
20 જૂન – અફઘાનિસ્તાન વિરૂદ્ધ ભારત, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે
21 જૂન – ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બાંગ્લાદેશ, એન્ટિગુઆ, સવારે 6 વાગ્યે
21 જૂન – ઇંગ્લેન્ડ વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, સેન્ટ લુસિયા, રાત્રે 8 વાગ્યે
22 જૂન – યુએસએ વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, બાર્બાડોસ, સવારે 6 વાગ્યે
22 જૂન- ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ, એન્ટિગુઆ, રાત્રે 8 વાગ્યે
23 જૂન – અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6 વાગ્યે
23 જૂન – યુએસએ વિરૂદ્ધ ઈંગ્લેન્ડ, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે
24 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, એન્ટિગુઆ, સવારે 6 વાગ્યે
24 જૂન – ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારત, સેન્ટ લુસિયા, રાત્રે 8 વાગ્યે
25 જૂન – અફઘાનિસ્તાન વિરૂદ્ધ બાંગ્લાદેશ, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6 વાગ્યે
27 જૂન – સેમિફાઇનલ 1, ગયાના, સવારે 6 વાગ્યે
27 જૂન – સેમિફાઇનલ 2, ત્રિનિદાદ, રાત્રે 8 વાગ્યે
29 જૂન – ફાઇનલ, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરોયુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરોગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરોરોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો