Suchana Sheth :  4 વર્ષના પોતાના જ બાળકની હત્યા કરી સુટકેસમા ભરી ફરાર થઇ માં  

0
226
Suchana Sheth
Suchana Sheth

Suchana Sheth  :  માં બોલતા ઈશ્વર હોવાનો અહેસાસ આવે છે, દુનિયાની દરેક ભાષામાં ‘માં’ માટે એક અલાયદું સ્થાન સ્થાપિત કરવામાં આવ્યું છે, પરંતુ બેંગલુરુમાં એક એવી ઘટના ઘટિત થઇ છે કે દુનિયાની દરેક માં નું માથું શરમથી ઝુકી જાય. બેંગલુરુ સ્થિત એક સ્ટાર્ટ-અપ કંપનીની સીઈઓએ તેના ચાર વર્ષના બાળકની નિર્દયતાથી હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. આ મહિલાને ગોવાની એક હોટલમાં જઈ તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરીને તેના મૃતદેહને બેગમાં પેક કરીને ટેક્સીમાં નાસી જવા બદલ પોલીસે ધરપકડ કરી હતી.

Suchana Sheth

બેંગલુરુ સ્થિત એક સ્ટાર્ટ-અપ કંપનીની સીઈઓએ (Suchana Sheth) તેના ચાર વર્ષના બાળકની નિર્દયતાથી હત્યા કરી દીધી.   સોમવારે આ મહિલાને ગોવાની એક હોટલમાં તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરીને તેના મૃતદેહને બેગમાં પેક કરીને ટેક્સીમાં લઈને ભાગી ગઈ હતી, પોલીસે તેને કર્ણાટક નજીકથી ધરપકડ કરી લીધી છે. પોલીસે બાળકનો મૃતદેહ પણ કબજે કર્યો છે. આરોપી મહિલાની ઓળખ 39 વર્ષીય સુચના સેઠ તરીકે થઈ છે.

Suchana Sheth

હોટલના કર્મચારીએ પોલીસને જાણ કરી  

(Suchana Sheth) મહિલાએ હોટલમાંથી ચેકઆઉટ કર્યા બાદ હોટલનો કર્મચારી રૂમની સફાઈ કરી રહ્યો હતો ત્યારે આ ગુનો પ્રકાશમાં આવ્યો હતો.  હોટેલ કર્મચારીએ રૂમની સાફ સફાઈ દરમ્યાન ચાદર પર લોહીના ડાઘ જોયા હતા, જે બાદ હોટલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી.  

 Suchana Sheth : મહિલા ટેક્સીમાંથી ભાગી ગઈ હતી

39 વર્ષની સુચના સેઠની કર્ણાટક પોલીસે ચિત્રદુર્ગમાંથી ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે સુચના શેઠે તેના પુત્રની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી અને કૃત્ય કર્યા પછી હોટેલ મેનેજમેન્ટને બેંગલુરુ પાછા જવા માટે ટેક્સીની વ્યવસ્થા કરવા કહ્યું હતું. પોલીસે જણાવ્યું કે મહિલા રોડથી મુસાફરી કરવા માંગે છે. આ કેસના સીસીટીવી ફૂટેજમાં ખુલાસો થયો છે કે તે હોટલમાંથી એકલી જ બહાર આવી હતી.

Suchana Sheth

“આરોપી મહિલાએ શરૂઆતમાં પોલીસને કહ્યું હતું કે તેણે તેના પુત્રને દક્ષિણ ગોવામાં એક સંબંધીને ત્યાં રાખ્યો છે,પરંતુ વાર્તાની કોઈ પુષ્ટિ ન હોવાથી પોલીસે કેબ ડ્રાઇવરને ફોન કર્યો હતો અને તેની અટકાયત કરી સંપૂર્ણ તપાસ હાથ ધરી છે. પોલીસ હજુ સુધી હત્યાનું કારણ શોધી શકી નથી.

કોણ છે સુચના શેઠ ? Who is Suchna Seth?

Suchana Sheth

 માઇન્ડફુલ AI લેબના LinkedIn પેજ મુજબ, સુચના શેઠ 2021 માટે AI એથિક્સમાં ટોચની 100 તેજસ્વી મહિલાઓમાંની એક છે. સુચના શેઠ હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લેઈન સેન્ટરમાંથી અભ્યાસ કર્યો હતો,  સુચના શેઠ ડેટા સાયન્સમાં 12 વર્ષથી કામ કરે છે.

તમે આ પણ વાંચી શકો છો

Ayodhya : ભગવાન રામની પ્રતિમા સ્થાપનાનો સંપૂર્ણ કાર્યક્રમ, રાજાધીરાજ રીતથી થશે પ્રાણપ્રતિષ્ઠા