દાહોદમાં એસીબીની સફળ ટ્રેપ
લાંચિયો અધિકારી ઝડપાયો
આરોપી ઝાલોદ પંચાયત કચેરીમાં ફરજ બજાવતો હતો
૫૦,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ એસીબીના છટકામાં ઝડપાઈ ગયો
દાહોદમાં એસીબીની સફળ ટ્રેપ સામે આવી છે. દાહોદમાં એસીબીએ લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતિ અનુસાર તાલુકા પંચાયત કચેરી ઝાલોદમાં કરાર આધારીત ફરજ બજાવતો મોહનસિંહ ગોપાલસિંહ કટારા રૂપિયા ૫૦,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો. કોઝવે બનાવવાની કામગીરી અંગેના બિલ મંજૂર કરવા માટે આરોપીએ લાંચ માગી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરી એસીબીએ રંગે હાથ લાંચ લેતા આરોપીને ઝડપી પાડ્યો હતો
ટ્રેપની વિગત નીચે મુજબ છે
એ.સી.બી. સફળ ટ્રેપ
ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી : મોહનસિંહ ગોપાલસિંહ કટારા, ઉ.વ.૩૭ હોદ્દો- આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફીસર, (કરાર આધારીત) તાલુકા પંચાયત કચેરી ઝાલોદ, રહેવાસી-ખરસાણા, તા.ઝાલોદ, જી.દાહોદ.
ટ્રેપની તારીખ:
૩૦/૧૦/૨૦૨૩
લાંચની માંગણીની રકમ :
રૂા.૫૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :
રૂા.૫૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:
રૂા.૫૦,,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ:
બાયપાસ રોડ, ઠુઠીકંકાસીયા ચોકડી, ઝાલોદ, તા.ઝાલોદ, જી.દાહોદ.
ટુંક વિગત :
આ કામના ફરીયાદી સરકારીશ્રીની મનરેગા યોજના અંતર્ગત કરેલ કોઝવે (પાણીના નાળા) બનાવવાની કામગીરી અંગેના ફરીયાદીના કુલ ચાર બીલોના કુલ કિ. રૂા.૪૨,૯૩,૪૪૧/- મંજુર થવા સારૂ ફરીયાદીએ આ કામના આરોપી મોહનસિંહ ગોપાલસિંહ કટારા આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફીસર (કરાર આધારીત) તાલુકા પંચાયત કચેરી ઝાલોદનાઓને કાયદેસરની પ્રક્રીયા અનુસરી આપેલ હતા. જે બીલો મંજુર કરી આપવા આરોપીએ કુલ રકમની ૧૦ % રકમ ફરીયાદી પાસે માંગણી કરતા ફરીયાદી પાસે પુરા પૈસાની સગવડ ન હોય ફરીયાદીએ આરોપીને રૂપીયા ૫૦,૦૦૦/- આપવા જણાવી બાકીના પૈસા પછી કરી આપીશ તેવુ જણાવેલ હોય ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ આ અંગે ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરી બાયપાસ રોડ, ઠુઠીકંકાસીયા ચોકડી, ઝાલોદ મુકામે આ કામના આરોપીએ પંચ-૧ ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
નોધ : ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપિંગ અધિકારી :
કે.વી.ડીંડોર, પોલીસ ઇન્સ્પેક્ટર
એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ
સુપરવિઝન અધિકારી :
બી.એમ.પટેલ,
મદદનિશ નિયામક,
એ.સી.બી. પંચમહાલ એકમ ગોધરા,
વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ