Subhanshu Shukla : નું PM મોદીએ કર્યું સ્વાગત, કહ્યું-કરોડો સપનાઓને પ્રેરણા આપીShubhanshuShukla #PMModi #Ax4Mission

0
1

Subhanshu Shukla : અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાની વાપસી પર PM મોદી ભાવિભોર

PM Modi on Shubhanshu Shukla Return from ISS: અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા તેમની ટીમ સાથે ઇન્ટર નેશનલ સ્પેસ સ્ટેશનથી 18 દિવસ બાદ ધરતી પર પરત ફર્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM NARENDRA MODI)શુભાંશુ શુક્લાના સ્પેસ સ્ટેશનથી પાછા ફરવા પર ખુશી વ્યક્ત કરી છે અને તેમનું સ્વાગત કર્યું છે. નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી છે.

Subhanshu Shukla : નરેન્દ્ર મોદીએ કર્યું શુભાંશુ શુક્લાનું સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM NARENDRA MODI)લખ્યું હતું કે, હું આખા દેશ સાથે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું સ્વાગત કરૂં છું, જેઓ તેમના ઐતિહાસિક અવકાશ મિશનથી પૃથ્વી પર પાછા ફર્યા છે. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાત લેનારા ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે શુભાંશુએ તેમના સમર્પણ, હિંમત અને અગ્રણી ભાવનાથી કરોડો સપનાઓને પ્રેરણા આપી છે. આ આપણા પોતાના માનવ અવકાશ ઉડાન મિશન-ગગનયાન તરફ વધુ એક સીમાચિહ્નરૂપ છે.

Subhanshu Shukla : ભારતીય માટે ગર્વની ક્ષણ: રાજનાથ સિંહ

રક્ષમંત્રી રાજનાથ સિંહે પણ પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘ઐતિહાસિક એક્સિઓમ-4 મિશનમાંથી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની સફળ વાપસી દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. તેમણે માત્ર અવકાશને સ્પર્શ કર્યો નથી પરંતુ ભારતના સપનાઓને નવી ઊંચાઈઓ પર પણ લઈ ગયા છે.’ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સુધીની અને ત્યાંથી તેમની યાત્રા ફક્ત એક વ્યક્તિગત સિદ્ધિ નથી પણ ભારતની વધતી જતી અવકાશ મહત્વાકાંક્ષાઓ તરફ એક મોટું પગલું છે. હું તેમના ભવિષ્યના પ્રયાસોમાં તેમની સફળતા માટે પ્રાર્થના કરું છું.

Subhanshu Shukla
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે


: Subhanshu Shukla : નું PM મોદીએ કર્યું સ્વાગત, કહ્યું-કરોડો સપનાઓને પ્રેરણા આપીShubhanshuShukla #PMModi #Ax4Mission