સરકારી ભરતીમાં ડમી કૌભાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો આરોપ !

0
53

સરકારી ભરતીમાં ડમીનું કૌભાંડ આચરાયું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આરોપ લગાવ્યો છે.આજે તેમણે પત્રકાર પરિષદ યોજી હતી અને આ અંગે વિસ્તારથી માહિતી આપતા જણાવ્યુ હતુ કે જે ભરતી પ્રક્રિયા થવાની છે તેમાં તમામ સલગ્ન બોર્ડ તકેદારી રાખે તે અમારી વિનંતી છે. ખાસ કરીને ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારમાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવી રહ્યા છે.

તળાજા અને સિહોરના પીપરલા,સિહોર, સથરા,ટિમાણા,દેવગણા અને અગીયાળી આ ગામોમાંથી અમુક ચોક્કસ સમાજના મહેનતુ અને હોશિયાર વિદ્યાર્થી છે તેને પરિક્ષામાં બેસાડવાનુ કાવતરુ ચાલી રહ્યુ છે. અમુક ચોક્કસ વિસ્તાર અને અમુક ચોક્કસ સમાજ આની સાથે સીધા સંકળાયેલા છે.અમે આ વિસ્તારની મુલાકાત લીધી છે. આ વિસ્તાર પુરતુ સિમીત નથી અન્ય વિસ્તારમાં પણ થતુ હશે. વર્તમાનમાં જે કૌભાંડ અમારી સામે આવ્યા છે તેમાં નકલી માર્કશીટ બનાવી,નકલી પ્રમાણપત્ર બનાવવા અને નકલી ઉમેદવારોને બેસાડી પરિક્ષાઓ પાસ કરવી. ધોરણ 10ની નકલી માર્કશીટ અમારી સામે આવી છે.

વધુમાં જણાવ્યુ હતુ કે છેલ્લે જે ભરતી થઇ તેમાં ડમી ઉમેદવારને બેસાડવામાં આવ્યા તેમાં પલ્ટી પર્પસ હેલ્થ વર્કર ,વિદ્યાસહાયકમાં પ્રમાણપત્ર અને માર્કશીટ નકલી બનાવવાના ષડયંત્ર ચાલે છે. તેની સાથે તલાટી, બીનસચીવાલય, ફોરેસ્ટ આ બધી ભરતીમાં ડમી ઉમેદવારો બેસાડી એક સિસ્ટમેટીક ક્રાઇમ ચાલી રહ્યુ છે. આ ક્રાઇમ સાથે સંકડાયેલા છે તે ખૂબ જ સાવચેતી પૂર્વક આ ષડયંત્ર કરી રહ્યા છે. એવા ચાર લોકોની માહિતી આપવા જઇ રહ્યા છે જે નોકરી કરી રહ્યા છે અને નોકરી મેળવવાના છે. ડમી વિદ્યાર્થી બેસાડીને આ સિસ્ટમનો ભાગ બન્યા છે.

જેમાં ઉમેદવાર પરિક્ષા આપનાર ભરતીમાં

1.ભાવેશભાઇ રમેશભાઇ જેડવા મિલન ઘુંઘાભાઇ પશુધન નિરિક્ષક LI

2.કવિશકુમાર કુમાર નિતીનભાઇ રાવ મિલન ઘુંઘાભાઇ, લેબ ટેક્નિશિયન

3.અંકિત નરેન્દ્રભાઇ લકુમ વિમલ, ગ્રામ સેવક

4.જયદીપભાઇ વાલજીભાઇ રમણા કલ્પેશ પંડ્યા ગ્રામ સેવક

આ લોકોએ નકલી આધારકાર્ડ બનાવી બીજાની જગ્યાએ પરિક્ષા આપવા જતા હતા.નકલી આધારકાર્ડની મદદથી વર્ગખંડમાં સીધો પ્રવેશ મેળવી લેતા હતા..સાચા ઉમેદવારો પૈસા દઇને આ પ્રકારના ઉમેદવારોને બેસાડતા હતા. કેટલીક એવી માહિતી છે જે અમે ભરતી બોર્ડને આપવાના છીએ. આ સાથે જ ડમી ડોક્યુમેન્ટ અમે હસમુખ પટેલને આપવાના છીએ. એટલુ જ નહી જે લોકોએ ભરતીમાં ભૂતકાળમાં ખોટુ કરેલા વિદ્યાર્થીઓનુ લિસ્ટ અમે બનાવી રહ્યા છીએ. તેમ યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ.