દિલની વાત 908 | રખડતા શ્વાને લોકોને રડાવ્યા | VR LIVE

1
190
રખડતા શ્વાને લોકોને રડાવ્યા
રખડતા શ્વાને લોકોને રડાવ્યા

રખડતા શ્વાને લોકોને રડાવ્યા

રાજ્યમાં હવે રખડતા ઢોર બાદ કુતરાનો આતંક

રખડતા કુતરાનો આતંકના ભોગ બન્યા બાળકો

હડકાયા કુતરા કરડવાના કેસ વધ્યા

બાળકો સહિત વડીલો પર કરે છે જીવલેણ હુમલો

વારંવાર ફરિયાદ કરવા છતાં પણ તંત્ર છે નિષ્ક્રિય

કોઈ કામગીરી નહિ હોવાથી લોકોમાં ભારે રોષ

રાજકોટમાં રખડતા કુતરાનો આતંક યથાવત

અમદાવાદ શહેરને માથે લેતા રખડતા કુતરાઓ

શેરીઓમાં રખડતા કુતરાનો આતંક

નાગરિકો બની રહ્યા છે હડકાયા કૂતરાઓનો ભોગ

રખડતા ઢોરો બાદ હવે દિવસેને દિવસે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. વાત છે, દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકના ગુંદા ગામની જ્યાં શ્વાને પાંચ જેટલા લોકોને બચકાં ભર્યા છે. મળતી માહિતી અનુસાર બે બાળકો સહિત 5 લોકોને શ્વાને બચકાં ભરતા પીડિતોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તમામ પીડિતોને વધુ સારવાર અર્થે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. શ્વાનના આતંકથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલયો છે.

એક અહેવાલ પ્રમાણે ભારતની શેરીઓમાં અંદાજે દોઢ કરોડથી વધુ રખડતા સ્વાન છે , આ સ્વાન દેશમાં દરરોજ પાંચ હજારથી વધુ લોકોને બાચકા ભરે છે. એક સુધીનો ડેટા દર્શાવે છે કે વર્ષ 2022માં દરરોજ સરેરાશ લગભગ 6 હજારની નજીક આ સંખ્યા પહોંચી છે અને લોકોને કૂતરા કરડ્યા છે. વર્ષ 2019ના પશુધન વસ્તી ગણતરીના રીપોર્ટ પ્રમાણે ભારતમાં અંદાજે 1.53 કરોડ રખડતા કૂતરાઓ શેરીઓમાં રખડતા હોય છે. રખડતા કૂતરાઓના હુમલા, ખાસ કરીને બાળકો પર તમામ શહેરોમાં મીડિયા અને અખબારના પાને ચમકતા રહ્યા છે. માહિતી પ્રમાણે કેરળમાં રખડતા કૂતરાઓના હુમલાના કિસ્સાઓ બાદ, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કૂતરાના ખતરાનો સામનો કરવા અને જાહેર સુરક્ષા અને પ્રાણીઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા આદેશ કર્યો હતો રખડતા કૂતરાઓના હુમલા એ અન્ય રાજ્યો કરતા કેટલાક રાજ્યો માટે વધુ સમસ્યા છે. લગભગ 60 ટકા હુમલા ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં થયા છે. આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક હવે રખડતા કુતરા કરડવાના કિસ્સાઓમાં ટોચના પાંચમાં સ્થાન ધરાવે છે.

અમદાવાદ જેવા શહેરોમાં ગલીએ ગલીએ રખડતા સ્વાને અને હડકાયા થયેલા સ્વાન આતંક મચાવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તંત્ર નિષ્ફળ રહ્યું છે આ પ્રકારની ઘટનાઓ અને કાર્યવાહી કરવા માટે તેવું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે.

1 COMMENT

Comments are closed.