ભારતીય શેરબજારમાં વર્ષ 2024નો સૌથી મોટો કડાકો

0
249
Stock Market
Stock Market

Stock Market  : ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ નિરાશાજનક રહ્યો. આજે સેન્સેક્સમાં વર્ષ 2024નો સૌથી મોટો કડાકો બોલ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 1613.64 પોઇન્ટના કડાકા સાથે 75,515.13 પોઇન્ટ પર, નિફ્ટી 50 453.90 પોઇન્ટના ઘટાડા સાથે 21,578.40 પોઇન્ટ પર બંધ થયા હતા. બેંક નિફ્ટી 2055.90 પોઇન્ટના કડાકા સાથે 46,069.20 પોઇન્ટ પર બંધ રહી.

Stock Market

આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 370.62 લાખ કરોડ થઈ છે. મંગળવારે બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ ઘટીને રૂ. 375.02 લાખ કરોડ થઈ હતી, જે સોમવારના સત્રમાં રૂ. 376.14 લાખ કરોડ હતી. મંગળવારના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.12 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. Stock Market  માં આજે મુખ્યત્વે બેંક શેરોનો બુકડો બોલી ગયો હતો. એચડીએફસી બેંક 100 રૂપિયાથી વધુ તૂટ્યો હતો. આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, કોટક બેંક, સ્ટેટ બેંક ઉપરાંત ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, મહિન્દ્ર, મારૂતી, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ વગેરે શેરોમાં ગાબડા હતા. મંદી બજારે પણ એનટીપીસી, પાવરગ્રીડ, ટીસીએસ, ઇન્ફોસીસ, ટાઇટન, એચસીએલ ટેકનો, લાર્સન જેવા શેરો ઉંચકાયા હતાં

Stock Market

Stock Market  : શેરબજારમાં કડાકાના કારણ

Stock Market માં આજે આ ઘટાડાનું મુખ્ય કારણ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ છે. બંનેની ભૌગોલિક રાજકીય સ્થિતિ બગડવાની શક્યતાની અસર શેરબજાર પર જોવા મળી હતી. ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલા બાદ પાકિસ્તાને તેના એરસ્પેસના ઉલ્લંઘનની નિંદા કરી છે અને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. જેની અસર શેરબજાર પર જોવા મળી રહી છે.

ભારતીય શેરબજારમાં તાજેતરમાં જોવા મળેલી તેજીના કારણે રોકાણકારો નફાવસૂલી કરી રહ્યા છે. જે પણ બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ છે. જોકે એનાલિસ્ટ્સનું કહેવું છે કે વેલ્યુએશનના હિસાબે ઘટાડો યોગ્ય છે અને રોકાણકારોએ દરેક ઘટાડાને ખરીદીના મોકાના રૂપમાં જોવું જોઈએ.

Stock Market

વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતોની અસર બજાર પર જોવા મળી રહી છે. યુએસ ફેડ સભ્ય ક્રિસ્ટોફર વોલરે જણાવ્યું હતું કે રેટ કટમાં સમય લાગશે. જેના કારણે અમેરિકન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર એશિયાના મોટાભાગના બજારો પર પણ જોવા મળી રહી છે.

તમે આ પણ વાંચી શકો છો

ભારતમાં એવી ટેકનોલોજી આવી રહી છે કે તમે સીમકાર્ડ કે ઈન્ટરનેટ વગર મોબાઈલમાં વિડીઓ કે ફિલ્મ જોઈ શકશો !