Stock Market Opening : આજે શેરબજારની શરુઆત ફ્લેટ રહી, ગઈકાલના ગ્રીન ક્લોઝિંગની અસર નહિવત રહીStockMarket #Sensex #Nifty #ShareBazaar

0
3

Stock Market Opening : ફ્લેટ શરૂ થયો શેરબજાર, ગઈકાલના ઉછાળાનો અસર નહિવત

Stock Market Opening : આજે કારોબારી સપ્તાહના 3જા દિવસે શેરબજાર ફલેટ ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ (Sensex) 36 પોઈન્ટના ઘટાડા સાથે 82,534.66 પર તેમજ NSE પર નિફ્ટી (Nifty) 0.45 ટકાના વધારા સાથે 25,196.60 પર ખુલ્યો છે. ગતરોજ ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીનઝોન (Nifty) માં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 317 પોઈન્ટના વધારા સાથે 82,570.91 પર અને NSE પર નિફ્ટી 0.45 ટકાના વધારા સાથે 25,195.80 પર બંધ થયો હતો.

Stock Market Opening

Stock Market Opening : ગઈકાલના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ

ગત રોજ 15 જુલાઈ મંગળવારે ટ્રેડિંગ દરમિયાન હીરો મોટોકોર્પ, સન ફાર્મા, બજાજ ઓટો, એપોલો હોસ્પિટલ્સ, બજાજ ફિનસર્વના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સ (Top gainers) ની યાદીમાં સામેલ હતા. જ્યારે HCL ટેક્નોલોજીસ, HDFC લાઈફ, SBI લાઈફ ઈન્શ્યોરન્સ, ઈટર્નલ અને ટાટા સ્ટીલના શેર ટોપ લૂઝર્સ (Top losers) શેરોની યાદીમાં સામેલ હતા. મેટલ સિવાય અન્ય ઈન્ડેક્સ ગ્રીનઝોનમાં બંધ થયા હતા. ફાર્મા, ઓટો, PSU બેંકો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, IT, રિયલ્ટીમાં 0.5-1 ટકાનો ઉછાળો નોંધાયો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસમાં 0.5-0.5 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જાપાનના SMFG દ્વારા $1.1 બિલિયનના સંભવિત રોકાણના અહેવાલો પછી યસ બેંકના શેરમાં 3.3 ટકાનો ઉછાળો આવ્યો હતો.

Stock Market Opening

Stock Market Opening : ડોલર સામે રુપિયો

મંગળવારે ભારતીય રૂપિયો 18 પૈસા વધીને 85.81 પ્રતિ ડોલર પર બંધ થયો હતો, જ્યારે સોમવારે તે 85.99 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુરોપિયન યુનિયન અને મેક્સિકોથી આયાત પર 30 ટકા ટેરિફ લાદવાની ધમકી આપ્યા પછી સલામત માંગ વચ્ચે સોનાના ભાવ 3 અઠવાડિયાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ મંગળવારે સોનાના ભાવમાં નજીવો વધારો થયો હતો. ચાંદી 4,000 રૂપિયા વધીને 1,19,000 રૂપિયાની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી.

Stock Market Opening
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Stock Market Opening : આજે શેરબજારની શરુઆત ફ્લેટ રહી, ગઈકાલના ગ્રીન ક્લોઝિંગની અસર નહિવત રહીStockMarket #Sensex #Nifty #ShareBazaar