ભારતની આ બેંકને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં મળી સફળતા

0
153

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ (SBI)એ ૭૫૦ મિલિયન ડોલર ભંડોળ કર્યું ઉભું

ભારતની સૌથી મોટી રાષ્ટ્રીય બેંક એટલેકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ (SBI)એ ૭૫૦ મિલિયન ડોલર ભંડોળ એકઠું કર્યું છે. આ ભંડોળ વ્યાપારી વૃદ્ધિ માટે બોન્ડ દ્વારા એકઠું કરવામાં આવ્યું છે. SBI દ્વારા 5 વર્ષની મુદત પર પાકતા અને 4.87 ટકા 6 મહિનાની કુપન સાથે ૭૫૦ મિલિયન ડોલરનું રેટ ફંડ ઉભું કર્યું છે. બેંક તરફથી મળતી માહિતી મુજબ 5 મે ૨૦૨૩ના રોજ લંડન શાખામાંથી આ ઈશ્યુ બહાર પાડવામાં આવશે અને તે સિંગાપોર સ્ટોક એક્સ્ક્ષજેન્જ અને ઇન્ડિયામાં લીસ્ટ થશે આ ઇસ્યુને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને 2.9 મિલિયન ડોલર થી વધુ ફાઈનલ ઓર્ડર બુક સાથે ૧૮૧ શાખાઓમાં રોકાણકારો તરફથી મજબુત ધસારો જોવા મળ્યો છે માંગ વધવાને કારણે SBIનો વિદેશી મૂડી બજારોમાં સ્થિતિને વધુ મજબુત બનાવશે. ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ કરીને વિશ્વના રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં સફળતા પણ મળી છે. અહી ઉલ્લેખનીય છેકે દેશની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સંપત્તિ શાખાઓ, ગ્રાહકો અને કર્મચારીઓ સાથે સૌથી મોટી બેંક છે. વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ