Srinagar Police Station: શુક્રવાર રાત્રે લગભગ 11:22 વાગ્યે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત નૌગામ પોલીસ સ્ટેશનમાં પ્રચંડ વિસ્ફોટ થયો. ઘટનામાં એક તહસીલદાર સહિત કુલ 9 લોકોના મોત થયા છે, જ્યારે 29 લોકો ઘાયલ છે. ઘાયલોમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે. તેમને 92 આર્મી બેઝ હોસ્પિટલ અને SKIMS સૌરા ખાતે સારવાર અપાઈ રહી છે.

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મૃતદેહોના ટુકડા 200 મીટર સુધી ફંગોળાયા હતા. ઘટનાસ્થળે ભારે જમાવટ સાથે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
Srinagar Police Station: જપ્ત કરાયેલા વિસ્ફોટકોની તપાસ દરમ્યાન બ્લાસ્ટ થયો
પોલીસ સૂત્રો અનુસાર, આ વિસ્ફોટ તે સમયે થયો, જ્યારે પોલીસે વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ કેસમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂનાઓ એકત્રિત કરી રહી હતી. વિશ્લેષણ દરમ્યાન અચાનક ડેટોનેશન થતાં આ ભયાનક ઘટના બની.
વિસ્ફોટમાં વપરાયેલા મટિરિયલ અંગે પ્રાથમિક તપાસમાં કહેવાયું છે કે:

- વિસ્ફોટક ડેટોનેટર અને ફ્યુઝ સાથે જ ફાટે
- તેથી આ અકસ્માત નહીં, પરંતુ આતંકી હુમલો હોવાની સંભાવના નકારી શકાય તેવી નથી
Srinagar Police Station: PAFFએ જવાબદારી સ્વીકારી, પરંતુ પુષ્ટિ બાકી

જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકી સંગઠન PAFF (People’s Anti-Fascist Front) એ હુમલાની જવાબદારી સ્વીકારી હોવાનો દાવો કર્યો છે.
તેથી છતાં, પોલીસ અને એજન્સીઓ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ફરીદાબાદમાં પકડાયેલા ડૉ. મુઝમ્મિલના કેસ સાથે સંકળાયેલો વિસ્ફોટઘટના સાથે જોડાયેલી મોટી માહિતી બહાર આવી છે:
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો




