હિંદુ મેરેજ એક્ટ હેઠળ પત્નીને વાઈ હોય તો, તે છૂટાછેડા માટેનું કારણ નથી : હાઈકોર્ટ

0
286
divorce
divorce

બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું કે, કોઈ વ્યક્તિ હિંદુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ છૂટાછેડા માંગી શકે નહીં કારણ કે તેમના જીવનસાથી વાઈથી પીડિત છે. હિંદુ મેરેજ એક્ટ હેઠળમાં આવા રોગથી પીડિત વ્યક્તિને રોગનું કારણ બતાવવાની છૂટાછેડા આપવાની કોઈ જોગવાઈ નથી.

Bombay High Court

ન્યાયમૂર્તિ વિનય જોશી અને વાલ્મિકી એસએ મેનેઝીસની ડિવિઝન બેન્ચે 2016ના ફેમિલી કોર્ટના ચુકાદાને સમર્થન આપતી વખતે અવલોકન કર્યું હતું, જેમાં કોર્ટે એક પુરુષને છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો હતો, જેણે દાવો કર્યો હતો કે તેની પત્ની એપીલેપ્સી (વાઈ)થી પીડાતી હતી, તેણે અસાધ્ય રોગ તરીકે ઓળખાવ્યો હતો. વાઈના કારણે તેમની પત્નીનું મન અસ્વસ્થ રેહતું હતું.

પતિએ કોર્ટ સમક્ષ પત્ની પર આરોપ કર્યો હતો કે, “વાઈના કારણે તેની પત્નીએ અસામાન્ય વર્તન કરે છે,  અને આત્મહત્યા કરવાની ધમકી પણ આપી છે.” આ વાઈ અને બીજા બધાને કારણે લગ્નજીવન તૂટી ગયું હતું.

જોકે, હાઈકોર્ટ આ આરોપોથી અવિશ્વસ છે. અને આવા આરોપ પાછળ કોઈ તથ્ય જણાતું નથી.

ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે, “ હિંદુ લગ્ન અધિનિયમની કલમ 13(1)(૩) હેઠળ આધાર ‘વાઈ’ની  સ્થિતિ ન તો અસાધ્ય બિમારી છે અને ન તો તેને માનસિક વિકાર અથવા મનોરોગી  ડિસઓર્ડર તરીકે ગણી શકાય”  

divorce ૩૩
Break up, divorce, shared custody of children and breaking family apart concept. Bad parenting. Legal fight about kids. Couple ripping a paper with man, woman and child icon.

સિંગલ જજની બેન્ચે રઘુનાથ ગોપાલ દફ્તરદાર વિરુદ્ધ વિજય દફ્તરદારના કેસને સંદર્ભ તરીકે અવલોકનનો આધાર રાખ્યો અને મંજૂર કર્યો . ડિવિઝન બેન્ચે અભિપ્રાય આપ્યો હતો કે, બંને એક સરખો કેસ ન હોવા છતાં, તેમાં જે તર્ક આપવામાં આવ્યા હતા તે તાત્કાલિક કેસને લાગુ પડે છે.  બેન્ચે વધુમાં પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું કે, આવા કેસમાં વિપુલ પ્રમાણમાં તબીબી પુરાવાની જરૂર છે. વાઈ જેવી તબીબી સ્થિતિ સાથે રહેતા પતિ-પત્નીને સાથે રેહવા ક્યાય અવરોધરૂપ બની શકશે નહીં.

ન્યાયધીશોએ કહ્યું કે, “વાઈની સ્થિતિ ન તો અસાધ્ય રોગ છે અને ન તો તેને હિંદુ મેરેજ એક્ટની કલમ 13(1)(iii) હેઠળ માનસિક વિકાર અથવા મનોરોગી માનસિક વિકૃતિ તરીકે ગણી શકાય.”

અદાલતે નોંધ લેતા કહ્યું કે પત્નીની સારવાર કરનાર ન્યુરોલોજીસ્ટના જણાવ્યા મુજબ, તેણીને માત્ર મગજનો હુમલો થયો હતો, વાઈનો રોગ નથી.     

વ્યવસાયે એક ન્યુરોલોજીસ્ટ નિષ્ણાતના જણાવ્યાનુસાર,  બીજી હકીકત એ હતી કે એપીલેપ્સી પોતે જ એક તબીબી સ્થિતિ છે જેની સાથે પીડિત વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે.

આમ બેન્ચે સ્પષ્ટપણે જણાવ્યું કે, જો એવું માનવામાં આવે કે પત્ની એપીલેપ્સી(વાઈ)થી પીડિત હતી, તો તે ચોક્કસપણે કોઈ માનસિક બીમારી અથવા માનસિક વિકૃતિ નથી. 

વાઈની બીમારીથી પીડિત પત્ની પરના આરોપને પતિ સાબિત કરી શક્યો ન હોવાથી, કોર્ટે અભિપ્રાય આપ્યો કે પત્નીની સ્થિતિને કારણે તેને ક્રૂરતા કે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનું માનવા માટે કોઈ આધાર નથી. જેનો આરોપ પતિએ પત્ની પર લગાવ્યો છે.

ન્યાયાધીશોએ પતિની દલીલને પણ નકારી કાઢી હતી કે તેણીએ તેના “અસામાન્ય” વર્તનને કારણે આત્મહત્યા કરવાની ધમકી આપતો પત્ર લખ્યો હતો. કોર્ટને જાણવા મળ્યું કે પત્નીએ, તેના પુરાવામાં, યોગ્ય રીતે સમજાવ્યું હતું કે તેણીએ આ પત્ર ફક્ત એટલા માટે લખ્યો હતો કારણ કે તેણે આવું કરવા પતિ દ્વારા દબાણ કરવામાં આવતું હતું અને તેણે ઘરમાંથી બળજબરીપૂર્વક બહાર કાઢવામાં આવી હતી.

કોર્ટે કહ્યું કે, પત્નીએ તેના પુરાવામાં સ્પષ્ટપણે સમજાવ્યું કે તેણીને કયા સંજોગોમાં આ પત્ર લખ્યો હતો. શાબ્દિક રીતે પતિના દબાણ હેઠળ, અને માત્ર વૈવાહિક જીવન બચાવવા જબરદસ્તીપૂર્વક આ પત્ર તેની પાસે લાકહ્વવામાં આવ્યો હતો. તે તેના પુરાવામાં છે.  સંબંધિત દિવસે, તે દારૂના નશામાં હતી અને તેને ઘરની બહાર કાઢી નાખવાની ધમકી આપતી હતી, તે ઘર વિના રહી જવાના ડરથી અને તેની સગીર પુત્રી જે માત્ર એક વર્ષની હતી. તેથી પતિના કહેવાથી  તેણીએ આ ચિઠ્ઠી લખી હતી.

વધુ સમાચાર વાંચવા ક્લિક કરો અહી –

Family Doctor 1296 | શ્વાસને લગતી તકલીફો | VR LIVE

શક્તિપીઠ અંબાજીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ

ડીમેટ ખાતાધારકોમાં નોમિની ઉમેરવાની છેલ્લી તારીખ લંબાવાઈ

દવાથી આવશે નવા દાંત : જાપાનના વૈજ્ઞાનિકોએ કરી કમાલ, જાણો કેવી રીતે કામ કરશે

ન્યૂયોર્ક સિવિલ કોર્ટ, “ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પુત્રો છેતરપિંડી કેસમાં જવાબદાર”