રાજ્યમાં  શિક્ષણ ની સ્થિતિ સુધારવા માટે શાળાઓ માં ખાસ એક્શન પ્લાન ! જાણો કેવી છે રણનીતિ

0
272
શાળા શિક્ષણ
શાળા શિક્ષણ

રાજ્યમાં શિક્ષણ ની સ્થિતિ સુધારવા માટે હવે કમજોર શાળાઓ માટે ખાસ અભિયાન શિક્ષણ વિભાગ ચલાવશેનવા શૈક્ષણિક વર્ષ 2023-24ના શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોના અભ્યાસ અને ભણતર પર અનેક પ્રશ્નો ઉઠ્યા છે, વિજ્ઞાન ભૂસ્તરના કમિશનર ધવલ પટેલે પણ રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવને સંબોધીને લખેલા પત્રમાં શિક્ષણની ખરાબ પરિસ્થિતિ દર્શાવી હતી. ત્યારે હવે રાજ્યનું શિક્ષણ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. હવે નબળી શાળાઓ ઉપરાંત સારું પરિણામ ધરાવતી તમામ શાળાઓ માં વિદ્યાર્થીઓ માટે માસિક પરીક્ષા 15-15 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં તેનું પ્રશ્નપત્ર પણ શિક્ષણ બોર્ડ દ્વારા જ નક્કી કરવામાં આવશે.

રાજ્ય શિક્ષણ બોર્ડ ધોરણ 10માં ઝીરો ટકા પરિણામ ધરાવતી શાળાઓ કુલ 157 નોંધાઇ છે. આ આંકડામાં પણ ગત વર્ષ 2022 કરતાં વધારો થયો છે, શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ માહિતી મુજબ માર્ચ 2022 ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં કુલ 121 શાળાઓ એવી હતી કે જેનું પરિણામ શૂન્ય હતું. પરંતુ માર્ચ 2023 માં કુલ 36 શાળાનો વધારો થઈને 157 શાળાઓનું પરિણામ 0 ટકા આવ્યું છે. આ ઉપરાંત 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ 22 જેટલો ઘટાડો આ વર્ષે નોંધાયો છે. વર્ષ 2022માં 294 જેટલી શાળાઓએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હતું. ત્યારે 2023ની પરીક્ષામાં 272 જેટલી શાળાઓએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. ધોરણ 10માં 147 શાળાઓ પરિણામ 00 ટકા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 44 શાળાનું પરિણામ પરિણામ 10 ટકા ઓછું છે અને વિજ્ઞાનપ્રવાહમાં 9 કેન્દ્રોનું 40 ટકા ઓછું પરિણામ છે.

        : શાળાઓમાં ભણતાં બાળકોનું અભ્યાસનું સ્તર ચિંતા કરાવે તેવું છે ત્યારે શાળાઓનું નિરીક્ષણ સરકાર દ્વારા કરવામાં આવશે. જેમાં હવે શિક્ષણ બોર્ડ જ પરીક્ષાનું આયોજન કરશે. પરિણામ સુધારવા માટે માસિક પરીક્ષાનું આયોજન કરાશે, દર મહિનાની ફિક્સ તારીખે પરીક્ષા લેવામાં આવશે.

વિદ્યાર્થીઓનું અને શાળાઓનું પરિણામ સુધારવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં દર 15 દિવસે સ્કૂલમાં જેટલો અભ્યાસ કરાવવામાં આવ્યો હશે તેટલા અલગ અલગ વિષયની તબક્કા વાર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નપત્રનો સેટ તૈયાર કરવામાં આવશે અને તે સેટ છે તે સ્કૂલ પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરશે. આ પ્રશ્નપત્ર પરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે આ પરીક્ષાના પેપર ઘરે વાલીઓને પણ મોકલવામાં આવશે. ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા ગમે તે સમયે ગમે તે શાળામાં અને જિલ્લાઓમાં પરીક્ષા બાબતે તપાસ પણ કરવામાં આવશે. આમ ધોરણ 9થી 12 સુધીના 15-15 દિવસની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે..