‘મારી વિરુદ્ધ કેટલાક લોકો પાટીલને ગેરમાર્ગે દોરે છે…’, મનસુખ વસાવાએ ફરી કાઢ્યો બળાપો

0
66
મનસુખ વસાવા
મનસુખ વસાવા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાંથી એક પછી એક જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સાંસદ મનસુખ વાસવાએ કહ્યુ છે કે નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા અને ઝઘડિયા તા.પં. ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ પર આક્ષેપ કર્યા છે કે આ લોકો સી.આરને મારા વિશે ખોટી માહિતી આપે છે. કેટલાય સમયથી હું સહન કરતો હતો. સરકારમાં અને પ્રદેશમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને આ ચારેય જણ મારા માટે ગેરમાર્ગે દોરી રહ્યા છે. મનસુખ વાસાવાએ પહેલા પણ આવા આરોપો લગાવી ચુક્યા છે, ત્યારે આ વખતે કદાજ મનસુખ વસાવાની ટિકીટ કપાય તેવી સંભાવના વર્તાઇ રહી છે, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાજપની જૂથબંધી હવે ગાંધીનગર કમલમમાં પહોંચી ગઈ છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક ગાંધીનગર ખાતે કમલમમાં બોલાવી હતી. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મારાથી નારાજ થઈ ગયા છે તેમ મનસુખ વસાવાનું કહેવું છે. પ્રદેશ અધ્યક્ષની નારાજગીનું કારણ યોગ્ય હશે પણ તેમને કેટલાક લોકો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. મનસુખ વસાવા નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ અને ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખથી નારાજ છે.ભરૂચ સાંસદ એ નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ,ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા અને ઝઘડિયા તા.પં. ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ પર આક્ષેપ કર્યા છે કે આ લોકો સી.આરને મારા વિશે ખોટી માહિતી આપે છે. કેટલાય સમયથી હું સહન કરતો હતો. સરકારમાં અને પ્રદેશમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને આ ચારેય જણ મારા માટે ગેરમાર્ગે દોરી રહ્યા છે. જોકે મેં કોઈ દિવસ સરકાર વિરોધી વાતો કરી નથી. હું તો હંમેશા લોકોની સમસ્યા બાબતે રજુઆત કરું છું. હું 1983થી ભાજપમાં છું, આ ચાર લોકોએ પ્રદેશમાં રજુઆત કરી છે કે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના પ્રદેશના મંત્રી હરેશ વસાવાને મનસુખ વસાવા ભાજપમાં આવતા રોકે છે.મનસુખ વસાવાએ કહ્યું કે પ્રદેશ તરફથી મને કહેવામાં આવ્યું કે પાર્ટીનો વ્યાપ વધે તો તમે શું કામ ભાજપમાં આવતા લોકોને રોકો છો પરંતુ ભાજપમાં ચૈતર વસાવા આવે કે હરેશ વસાવા આવે મનસુખ વસાવાને કોઈ વાંધો નથી, પણ મારી સાથે અને સ્થાનિક ભાજપના લોકો સાથે પરામર્શ તો કરો અને પછી લો, પ્રજામાં મારી લોકપ્રિયતા આ ચારેય લોકો ને પસંદ નથી એટલે મારા વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મને ટીકીટ મળે કે ના મળે એની સાથે મારે કોઈ નિસ્બત નથી પણ હું સત્યની વાતને પકડી રાખીશ, હું સંસદ સભ્ય બનું કે ના બનું પણ સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરનારા અને સંગઠનને નુકશાન પહોંચાડનાર લોકોના શરણે થવાનો નથી. પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને ગેરમાર્ગે દોરનારા લોકો વિશે રૂબરૂ મળી ને વાકેફ કરીશ.