રવિવારે યોજાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા,પરીક્ષાની તમામ તૈયારી પૂર્ણ

    0
    62

    રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની છે. પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના  અધ્યક્ષ હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.પરીક્ષાની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.પોલીસ તેમજ કર્મચારીઓને ટ્રેનિંગ પણ અપાઈ ગઈ છે.પોલીસની સૂચન થી બોડી ઓન કેમેરા નો પણ ઉપયોગ કરવામાં આવશે. તમામ કેન્દ્રો પર CCTV ની વ્યવસ્થા કરવામાં આવી છે.પરીક્ષાને પગલે એસટી વિભાગ દ્વારા  વધારાની બસો દોડાવવામાં આવશે .પરીક્ષા પૂર્ણ થયા બાદ બસ સ્ટેન્ડ પર અવ્યવસ્થા ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.મહત્વનું છે કે એટીએસે  પેપર લીક 30 ઉમેદવારોને ઝડપી પાડ્યાં છે. આ ઉમેદવારો પરીક્ષા આપવા માંગે તો તેઓ પણ પરીક્ષા આપી શકશે