SL vs ZIM:ઝિમ્બાબ્વેનો વધુ એક મોટો ઉલટફેર, ઓસ્ટ્રેલિયા બાદ હવે શ્રીલંકાને ધૂળ ચટાડી!

0
90
SL vs ZIM

SL vs ZIM:T20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વેની ટીમ જાયન્ટ કિલર સાબિત થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવ્યા બાદ હવે ઝિમ્બાબ્વેએ યજમાન શ્રીલંકાને તેના જ ઘરમાં 6 વિકેટે હરાવીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. સિકંદર રજાની કેપ્ટનશીપ હેઠળની આ ટીમે સાબિત કરી દીધું છે કે તેઓ કોઈ પણ મોટી ટીમને હરાવવાની તાકાત ધરાવે છે.

SL vs ZIM

SL vs ZIM:મેચની હાઈલાઈટ્સ:

  • શ્રીલંકાનો સ્કોર: 178 રન (પથુમ નિસાંકાની અડધી સદી)
  • ઝિમ્બાબ્વેનો સ્કોર: 179/4 (3 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું)
  • મેચ વિનર: બ્રાયન બેનેટ (63* રન) અને સિકંદર રજા (25 બોલમાં 45 રન)

કેવી રીતે પલટાઈ ગઈ મેચ?

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે પથુમ નિસાંકાની શાનદાર બેટિંગના જોરે 178 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેની શરૂઆત મક્કમ રહી હતી. ઓપનર બ્રાયન બેનેટ અને તાડિવાનાશે મરૂમાનીએ 69 રનની ભાગીદારી કરીને પાયો નાખ્યો હતો.

જોકે, મધ્ય ઓવરોમાં રન ગતિ ધીમી હતી અને 10 ઓવરમાં સ્કોર માત્ર 78 રન હતો. પણ અસલી રોમાંચ ત્યારે શરૂ થયો જ્યારે કેપ્ટન સિકંદર રજા મેદાનમાં આવ્યો.

SL vs ZIM:સિકંદર રજાનું તોફાન

શરૂઆતના 9 બોલમાં માત્ર 6 રન બનાવનાર રજાએ અચાનક ગિયર બદલ્યો અને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો. તેણે આગામી 16 બોલમાં જ 39 રન ફટકારીને શ્રીલંકન બોલરોને લાચાર કરી દીધા. બીજી તરફ બ્રાયન બેનેટે એક છેડો સાચવી રાખી 63 રનની અણનમ ઈનિંગ રમી ઝિમ્બાબ્વેને ઐતિહાસિક વિજય અપાવ્યો.

આ પણ વાંચો :બાંગ્લાદેશમાં સત્તાપલટો થતા જ બદલાયા સૂર: નવા રમતગમત મંત્રીએ ભારત-BCCI સાથે સંબંધો સુધારવા હાથ લંબાવ્યો