SK LANGA :  ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે.લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો

0
228
SK LANGA
SK LANGA

SK LANGA : ગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ.કે લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો છે. ગુજરાત એસીબીમાં અપ્રમાણસર મિલકત બાબતે ગુનો નોંધાયો છે. નિવૃત IAS અને તત્કાલિક ગાંધીનગર કલેકટર એસ.કે લાંગા એ પોતાના કામગીરીના સમયગાળા દરમિયાન ગેરકાયેદસર રીત રસમો અપનાવી હતી. જેમાં કલોલ સહિતની જગ્યાઓ પરની જમીનો કૌભાંડ કરી અપ્રમાણસર મિલકત વસાવી હોવાથી એસીબીએ ગુનો દાખલ કર્યો છે. 

SK LANGA

SK LANGA : અગાઉ એસ.કે લાંગા સામે સેકટર 7 માં 2 ફરિયાદ અને સાંતેજમાં એક ગુનો નોંધાયો હતો. તેને લઈને છેલ્લા એક વર્ષથી એસીબી દ્વારા તપાસ કરવા મા આવી હતી. જે તપાસના અંતે એસ.કે લાંગા ની અંદાજે 11.64 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી છે. તેઓ 30/09/2019 ના રોજ નિવૃત્ત થયા. જોકે તેઓ એ પોતાની અપ્રમાણસર આવકમાંથી સાણંદ, માંડલ અને બાવળામાં જમીનો ખરીદી તેમજ અમદાવાદમાં બે બંગલા, ફ્લેટ અને ઓફિસ તેમજ વડોદરામાં દુકાનો ખરીદી હતી. 

SK LANGA :  આવક કરતા ખર્ચ વધારે

SK LANGA

તેઓના 1 એપ્રિલ 2008 થી 30 સપ્ટેમ્બર 2019 સુધીના કાર્યકાળ દરમિયાન તેઓ ની કુલ 5.87 કરોડની આવક સામે 17.59 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એટલે કે આવક કરતાં 198.15 ટકા અપ્રમાણસર મિલકત મળી આવી છે. તે ઓએ કુટુંબના 4 સભ્યોના નામે વ્યવહાર કર્યા 20 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે.

SK LANGA : એસ.કે લાંગા મિલકત ખરીદ કરતા પહેલા રોકડ શેલ કંપનીમાં જમા કરતા અને શેલ કંપનીના પૈસા પોતાના ખાતામાં જમા કરાવી તેમાંથી મિલકત ખરીદતા હતા. તેઓએ આ રીતે 5 કરોડ 44 લાખ 92 હજારથી વધુ રૂપિયા પુત્રની શેલ કંપનીમાં જમા કરાવ્યા હતા અને તેનાથી મિલકત વસાવી હતી. તેમનો પુત્ર પરીક્ષિત શંકરદાન ગઢવી પરિવાર સાથે વર્ષ 2023 થી દુબઈ જતો થયો છે. 

SK LANGA

SK LANGA : જોકે તેઓએ ખરીદેલી 12 માંથી 10 મિલ્કત પુત્રના નામે છે હોવાથી તેની સામે પણ ગુનો દાખલ કરાયો છે. હાલ તો એસ.કે લાંગા સામે ગાંધીનગરમાં નોંધાયેલા ગુનામાં તે જેલમાં છે. જેથી એસીબીએ તે ઓની ધરપકડ અને વિદેશમાં સ્થાઈ થયેલા તેઓના પુત્રની ધરપકડ માટે ની તજવીજ તેજ કરી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો