રાજ્યના 193 તાલુકામાં મેઘમહેર

1
84
રાજ્યના 193 તાલુકામાં મેઘમહેર
રાજ્યના 193 તાલુકામાં મેઘમહેર

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે . છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં મેઘમહેર થઇ છે. છ ઈંચથી અડધા ઈંચ સુધી વરસાદ વરસ્યો. 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે . સાબરકાંઠાના ઈડર અને તલોદમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આજે સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષીણ ગુજરાતના તમામ તાલુકામાં તાપી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ નિઝર 13 mm , ઉચ્છલ 48 mm ,સોનગઢ 41 mm, વ્યારા 17 mm , વાલોડ 35 mm , કુકરમુંડા 28 mm , ડોલવણ 101 mm ,ઉકાઈ ડેમમાં 600 ક્યુસેક આવક અને 600 ક્યુસેક જાવક, હાલની સપાટી 309.06 ફિટ જોવા મળી રહી છે.

રાજ્યના 193 તાલુકામાં મેઘમહેર

ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના પાલૈયા ગામમાં ભારે વરસાદના કારણે પાણી ઘુસી ગયા છે,  જેના કારણે ગામના તળાવ ઉપર રહેતા  ગરીબ પરિવારો ના ઘરોમાં પાણી ઘૂસી જતા આ પરિવારોની પરિસ્થિતિ  કફોડી બની ગઇ છે.ગામ જે રીતે પાણી ભરાયા છે તેનાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે આ  ગરીબ પરિવારો હાલમાં ઝુપડપટ્ટીમાં રહેતા હોવાથી તેમને પ્રાથમિક શાળા કે અન્ય જગ્યાએ સ્થળાંતર કરીને રહેવાની અને જમવાની સુવિધા કરી આપવા ની માંગ થઇ રહી છે, ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના જાલીયાના મઢ અને સણોદ  ગામે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તાઓ માં પાણી ભરાવવાની સમસ્યા બની છે. લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં માધ્યમ વરસાદ નોંધાયો છે જયારે સૌરાષ્ટ્રના તાલુકાઓમાં મેઘમહેર યથાવત છે.

રાજ્યના 193 તાલુકામાં મેઘમહેર

ગુજરાતના પ્રસિદ્ધ ઈડરીયા ગઢના ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઈડરના પહાડોમાં ભારે વરસાદ બાદ વહેતા ઝરણા જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. દર વર્ષે ચોમાસામાં ઈડરીયા ગઢ પર પ્રકૃતિ સોળે કળાએ ખિલે છે. સહેલાણીઓ ઈડરીયા ગઢના ઝરણામાં નહાવાની સાથે જ પ્રકૃતિની સુંદર યાદ કેમેરામાં કેદ કરતા જોવા મળ્યાં. હિંમતનગરના હુંજ વિસ્તારમાં પણ પહાડો પર વરસાદને પગલે ઝરણાં વહેવા લાગ્યા છે. હુંજ ગામ નજીકના ડુંગર પરથી પાણીનો ધસમસતો પ્રવાહ સુંદર દ્રશ્યો સર્જે છે. ચોમાસામાં સુણસર અને હુંજ ધોધ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રકૃતિનો નજારો માણવા પહોંચે છે.

ઈડરીયા ગઢના ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા

અમરેલીમાં મેઘમહેર થતા ખેડૂતો ખુશખુશાલ  જોવા મળી રહ્યા છે . રાજ્યની નદીઓનો ત્રિવેણી સંગમ થતો જોવા મળ્યો છે. જંગલમાં ઝરણાઓ વહેતા થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને વન્ય જીવો પણ પ્રસન્ન થઈને પ્રકૃતિની સાથે કિલ્લોલ કરી રહ્યા છે. આ દ્રશ્યો અમરેલી જીલ્લાના ગીરના જંગલના છે.

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા 3 દિવસ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 15 જુલાઈથી ફરી વરસાદનો રાઉન્ડ આવશે. 15થી 23 જુલાઈ રાજ્યમાં વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યકત કરવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે

1 COMMENT

Comments are closed.