દિલ્હીમાં સ્થિતિ સામાન્ય થઈ
પાણી ભરાઈ જવાની સમસ્યા દૂર થઈ
વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ
દિલ્હીમાં વરસેલા ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.ત્યારે હવે દિલ્હીમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. દિલ્હી: ડ્રોનથી લેવાયેલ વિડિયો ITOનો છે જ્યાં યમુના નદીના જળસ્તર વધવાને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા હવે દૂર થઈ ગઈ છે. વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ થયો છે. રાજધાનીમાં બે દિવસથી યમુનાના જળસ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
સોમવારે યમુનાના જળસ્તરમાં ફરી વધારો થયો. સોમવારે સવારે 6 વાગ્યા સુધી પાણીની સપાટીમાં ઘટાડો થયા બાદ દિવસભર તેમાં વધારો નોંધાયો હતો. પાણીનું સ્તર વધતા દિલ્હીવાસીઓ ફરી ડરી ગયા. જો કે મંગળવારે સવારે પાણીની સપાટીમાં થોડો ઘટાડો નોંધાયો છે. તે જ સમયે, હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.યમુના નદીનું જળસ્તર ફરી સતત ઘટી રહ્યું છે. દિલ્હીમાં સવારે 7 વાગ્યે 205.71 મીટર નોંધાયું હતું. જો કે યમુના નદી હજુ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. દિલ્હીને અડીને આવેલા ગૌતમ બુદ્ધ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટે લોકોને અપીલ કરી છે કે તેઓ યમુના નદીમાં નહાવા, તરવા અને સેલ્ફી લેવાની કોશિશ ન કરે.ગૌતમ બુદ્ધ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે પહાડોમાં સતત વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી હિંડોન અને યમુના નદીઓમાં પૂરનો ભય છે, તેથી લોકોએ આ નદીઓમાં નહાવાનો, તરવાનો કે સેલ્ફી લેવાનો પ્રયાસ ન કરવો જોઈએ. દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ફરીદાબાદમાં છેલ્લા બે દિવસમાં અલગ-અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે રવિવારે સાંજે ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ