Shubhanshu Shukla: અંતરિક્ષ યાત્રા બાદ પુત્રના વાપસીથી માતા-પિતા ભાવવિભોર
15 જુલાઇ બપોરે એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બન્યુ જ્યારે ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુંભાશુ શુક્લા 18 દિવસની આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની મુલાકાત લીધા પછી તેઓ પૃથ્વી પર પાછા ફર્યા. આ તેમની પહેલી અવકાશ યાત્રા હતી, જે એક્સિઓમ મિશન 4 (Ax-4) નો ભાગ હતી. શુભાંશુ સ્પેસએક્સના ગ્રેસ અવકાશયાનમાં પાછા ફર્યા અને કેલિફોર્નિયા કિનારે પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતર્યા. ભારતના અવકાશ કાર્યક્રમ માટે આ ગર્વની ક્ષણ છે.
ભારતીય વાયુસેના ગ્રુપ કેપ્ટન અને અંતરિક્ષ યાત્રી, જેમણે 18 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર સમય વિતાવ્યો અને Axiom Mission 4 (Ax-4) અંતર્ગત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તેઓ સ્પેસએક્સના અવકાશયાન દ્વારા પૃથ્વી પર પરત ફરે છે. લખનૌના વતની Shubhanshu Shuklaના આગમન પર તેમના પરિવાર અને દેશભરમાં આનંદ અને ગર્વની લાગણી છવાઈ ગઈ.
આ પલે તેમનો પરિવાર ખુબજ ભાવવિભોર થઇ ગયો હતો પરિવારમાં તેમની માતા અને પિતા ભાવ વિભોર બન્યા હતા.
શુભાંશુના પરિવારમાં ખુશીનો અવસર
શુભાંશુના આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી સફળ વાપસી બાદ લખનૌમાં ઉત્સવનો માહોલ છે. શુભાંશુ મૂળ લખનૌના રહેવાસી છે. તેમનો પરિવાર લખનૌમાં છે. આ ખુશીના પ્રસંગે પરિવારના સભ્યોએ એકબીજાને અભિનંદન આપ્યા અને કેક કાપીને ઉજવણી કરી.
શુભાંશુની માતા રડી પડ્યા
આટલો મોટો અવસર હોય સ્વાભાવીક છે કે માતાને ખુશી અને ગર્વ થાય છે. માતાએ હરખભેર કહ્યુ કે મારો પુત્ર પરત ફરતા મને આજે ખુબજ ગર્વ થાય છે કે મારા પુત્રને આટલી મોટી સફળતા મળી.કેલિફોર્નિયાના તટ પર થયુ સ્પેશ ફ્લશ, 18 દિવસ અંતરિક્ષમાં રહ્યા બાદ પરત ફર્યા શુભાંશુ શુક્લા, હવે તેઓ 7 દિવસ કોરોન્ટાઇન રહેશે. શુભાંશુ શુક્લાનું પૃથ્વી પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
Table of Contents: Shubhanshu Shukla: વેલકમ બેક શુભાંશુ, અંતરિક્ષથી પુત્ર પરત ફરતા માતા-પિતા થયા ભાવ વિભોર#ShubhanshuShukla #IndianAstronaut #Ax4Mission