દુબઈમાં શિવ મંદિર : એક મુસ્લિમ દેશમાં હિંદુ મંદિર હોવું અને સતત ૭૫ વર્ષથી ત્યાં સતત પૂજા થતી રહેવી તે કઈ નાની સુની વાત નથી, ત્યાના ઉદાર અને સમજુ સરકારની બિનસાંપ્રદાયિક છબી કેટલી સરળ છે તે દર્શાવે છે, પરંતુ અત્યારે હવે ૭૫ વર્ષ બાદ (દુબઈમાં શિવ મંદિર) મંદિરને એક જગ્યાએ થી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવતા ત્યાના સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, વાત છે યુનાઈટેડ અરબ અમીરાત (UAE)ની. UAEના બુરમાં આવેલું ૭૫ વર્ષ જુનું શિવ મંદિરને હવે અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યું છે, જાણો કેમ ?
યુનાઈટેડ અરબ અમીરાત (UAE)ના બુર સ્થિત એક પ્રતિષ્ઠિત અને 75 વર્ષ જૂના શિવ મંદિર પરિસરને સ્થળાંતરિત કરવાના નિર્ણયથી ત્યાંના સ્થાનિક લોકોએ નિરાશા વ્યક્ત કરી છે. મંદિર મેનેજમેન્ટે જાન્યુઆરી 2024થી બધા ભક્તોને જેબેલ અલીમાં બનેલા નવા હિન્દુ મંદિરમાં આવવા કહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, રજાના દિવસે આ મંદિરમાં દર્શન કરનારાઓની સંખ્યા 5 હજાર સુધી પહોંચી જાય છે. તો તહેવારોના સમયે સંખ્યા 10 હજાર સુધી પહોંચી જાય છે, જેથી આ જગ્યા ખૂબ ભીડભાડવાળી થઈ જાય છે.
આ ભીડને નિયંત્રિત કરવામાં પોલીસને કેટલીક વખત પડકારોનો સામનો કરવો પડે છે એટલે આ મંદિરને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યું છે. મંદિર મેનેજમેન્ટે દ્વારા જણાવામાં આવ્યું છે કે 3 જાન્યુઆરી 2024થી બુર દુબઈ સ્થિત શિવ મંદિર પરિસરને હંમેશાં માટે બંધ કરી દેવામાં આવશે. એ સિવાય સિંધી ગુરુ દરબાર પરિસરને પણ 3 જાન્યુઆરીથી હંમેશાં માટે બંધ કરી દેવામાં આવશે. બધા ભક્તોને જેબેલ અલીમાં બનેલા નવા હિન્દુ મંદિરમાં આવવું પડશે, જેનું નિર્માણ ગયા વર્ષે જ થયું છે.
મંદિર સ્થળાંતરણથી સ્થાનિક લોકો એટલે પણ નારાજ છે કેમ કે મંદિરની ચારેય તરફથી લગભગ 500-600 નાની નાની દુકાનો છે જે પૂરી રીતે મંદિર આવતા ભક્તો પર આશ્રિત છે.
તમે આ પણ વાંચી શકો છો
DUBAI : ભારતીય સફાઈ કામદારને મળ્યું અધધધ.. રૂપિયા 22 લાખનું ઇનામ !!