Shilpa Shetty :60 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે પોલીસ ટૂંક સમયમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારીમાં છે. એવામાં હવે શિલ્પા શેટ્ટીએ આ સમગ્ર વિવાદ પર પોતાનું મૌન તોડતાં સત્તાવાર નિવેદન આપ્યું છે.

Shilpa Shetty :શિલ્પા શેટ્ટીનું સત્તાવાર નિવેદન
શિલ્પા શેટ્ટીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે,
“આ કેસમાં મારું નામ જોડવાના પ્રયાસો જોઈને મને દુઃખ થાય છે. હું સંબંધિત કંપનીમાં માત્ર નોન-એક્ઝિક્યુટિવ પદ પર હતી. કંપનીના ફાઈનાન્સ અથવા દૈનિક વ્યવહારમાં મારી કોઈ ભૂમિકા નહોતી.”
તેમણે વધુમાં જણાવ્યું કે,
“મારા પરિવારે કંપનીને 20 કરોડ રૂપિયાની લોન આપી હતી, જે આજ સુધી અમને પરત મળી નથી.”
અભિનેત્રીએ સ્પષ્ટપણે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતાં કહ્યું કે આ રીતે એક મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે.

Shilpa Shetty :ફરિયાદીનો શું છે આરોપ?
આ કેસમાં એક વેપારીએ આરોપ લગાવ્યો છે કે તેણે રાજ કુન્દ્રાની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઈવેટ લિમિટેડને 60 કરોડ રૂપિયાની લોન આપી હતી. આરોપ મુજબ, જ્યારે લોન પરત આપવાની સ્થિતિ સર્જાઈ ત્યારે શિલ્પા શેટ્ટીએ કંપનીના ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું.
IT રેડના સમાચાર પર પણ સ્પષ્ટતા
ઉલ્લેખનીય છે કે 18 ડિસેમ્બરે એવા અહેવાલો સામે આવ્યા હતા કે શિલ્પા શેટ્ટીના નિવાસસ્થાને આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. આ અંગે તેમના વકીલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે,
“શિલ્પા શેટ્ટીના ઘરે કોઈ દરોડા પડ્યા નથી. આવકવેરા વિભાગ દ્વારા માત્ર એક નિયમિત પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.”
હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને આવનારા દિવસોમાં કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.




