Shikhar Dhawan: શિખર ધવન બીજી વખત લગ્નબંધનમાં બંધાશે, આયર્લેન્ડની સોફી શાઇન બનશે દુલ્હન

0
169
Shikhar Dhawan
Shikhar Dhawan

Shikhar Dhawan: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર અને ‘ગબ્બર’ તરીકે જાણીતા શિખર ધવન ફરી એકવાર પોતાની જિંદગીની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિખર ધવન પોતાની ગર્લફ્રેન્ડ અને આયર્લેન્ડની સુંદર મોડલ તથા પ્રોફેશનલ કન્સલ્ટન્ટ સોફી શાઇન સાથે લગ્નબંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લાંબા સમયથી ડેટિંગમાં રહેલા આ કપલ હવે પોતાના સંબંધને સત્તાવાર નામ આપવા તૈયાર છે.

Shikhar Dhawan: ફેબ્રુઆરીમાં દિલ્હી-NCRમાં ભવ્ય લગ્ન સમારોહ

Shikhar Dhawan

અહેવાલો મુજબ, શિખર ધવન અને સોફી શાઇન ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં લગ્ન કરશે. લગ્ન સમારોહ દિલ્હી-NCR વિસ્તારમાં યોજાશે, જેમાં ક્રિકેટ જગતના અનેક દિગ્ગજો અને બોલિવૂડની જાણીતી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે. ધવન પોતે લગ્નની તૈયારીઓમાં અંગત રસ લઈ રહ્યો છે જેથી આ ખાસ ક્ષણ યાદગાર બની રહે.

Shikhar Dhawan: દુબઈમાં થઈ હતી પહેલી મુલાકાત

સૂત્રોના જણાવ્યા અનુસાર, શિખર અને સોફીની પહેલી મુલાકાત થોડા વર્ષો પહેલા દુબઈમાં થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે મિત્રતા થઈ અને સમય જતાં આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન સોફી સ્ટેન્ડમાં શિખર સાથે જોવા મળતાં જ તેમના સંબંધને લઈને ચર્ચાઓ તેજ થઈ હતી. IPL 2024 દરમિયાન પણ સોફી અનેક વખત શિખર ધવનને સપોર્ટ કરતી નજરે પડી હતી.

Shikhar Dhawan: કોણ છે સોફી શાઇન?

Shikhar Dhawan

સોફી શાઇન આયર્લેન્ડની પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. તેમણે આયર્લેન્ડની કેસલરોય કોલેજમાંથી પ્રારંભિક અભ્યાસ કર્યો અને ત્યારબાદ લિમરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. હાલમાં તેઓ અબુ ધાબીમાં આવેલી ‘નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશન’માં સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. ગ્લેમર અને સ્ટાઇલ હોવા છતાં સોફી પોતાના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે.

શિખર ધવનના બીજા લગ્ન

આ શિખર ધવનના બીજા લગ્ન હશે. અગાઉ તેમણે 2012માં આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, જેમની સાથે તેમને પુત્ર જોરાવર છે. વર્ષ 2021માં બંને અલગ થયા હતા અને 2023માં તેમના છૂટાછેડા સત્તાવાર રીતે થયા હતા. હવે શિખર ધવન ફરી એકવાર લગ્નબંધનમાં બંધાઈ પોતાની જીવનયાત્રાની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો :Gujarat High Court :છૂટાછેડા માટે 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ફરજિયાત નથી ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો