SHANTI bill: કેન્દ્ર સરકારે SHANTI બિલને કેબિનેટમાં મંજૂરી આપી છે. આ ઐતિહાસિક નિર્ણય પછી હવે ખાનગી કંપનીઓ ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશ કરી શકશે.

0
128
SHANTI bill
SHANTI bill

SHANTI bill:આ બિલ 1962ના Atomic Energy Act બાદનો સૌથી મોટો સુધારો છે. 63 વર્ષ જૂના સરકારી એકાધિકારને તોડીને હવે ખાનગી કંપનીઓ પરમાણુ ઊર્જા ઉત્પાદનમાં ભાગ લઈ શકે છે. સરકારી એજન્સીઓ સુરક્ષા અને સંચાલન સંભાળશે, જ્યારે ખાનગી કંપનીઓ મૂડી, જમીન અને ટેકનોલોજી લાવશે.

SHANTI bill: જૂની વ્યવસ્થા:
આઝાદી પછી પરમાણુ ઊર્જા ક્ષેત્ર સંપૂર્ણપણે સરકારી કબજા માં હતું. માત્ર DAE અને NPCIL નાજ રિએક્ટર ચલાવતા હતા. 1962ના કાયદા હેઠળ ખાનગી કંપનીઓ પરમાણુ પ્લાન્ટ ચલાવી શકતી નહોતી. પરિણામે, અત્યાર સુધી માત્ર 8 GW ક્ષમતાના સરકારી પ્લાન્ટ્સ જ ચલ્યા છે, જે દેશની કુલ વીજળીનો માત્ર 3% છે.

SHANTI bill

SHANTI bill: SHANTI બિલથી શું બદલાશે:

આ બિલ જૂના કાયદાઓમાં સુધારો કરીને ખાનગી પ્રવેશનો માર્ગ ખોલે છે. Companies Act, 2013 હેઠળ રજીસ્ટર્ડ કોઈપણ ફર્મ હવે લાઇસન્સ મેળવી શકશે.

SHANTI bill: ખાનગી ભાગીદારીનું મહત્વ:

ખાનગી કંપનીઓ જમીન, પાણી, મૂડી અને ટેકનોલોજી લાવશે. તેઓ ઉત્પાદનના માલિક બનીને ઊર્જા વેચીને નફો કમાશે. NPCIL અને DAE રિએક્ટરની ડિઝાઇન, નિર્માણ અને સંચાલન સંભાળશે. બિલ નાના, સુરક્ષિત અને ઝડપી SMR (Small Modular Reactor)ના નિર્માણને પ્રોત્સાહન આપે છે.

PPP મોડેલ અને 2047 લક્ષ્ય:
ભારતે 2047 સુધી નેટ-ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. હાલની 8 GW ક્ષમતાને 100 GW સુધી વધારવા ₹15-19 લાખ કરોડની રોકાણ જરૂર પડશે. PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલ વડે ખાલી કંપનીઓને આ ક્ષેત્રમાં જોડાવાનું પ્રોત્સાહન મળશે.

SHANTI bill

લાયબિલિટી પડકાર:
ખાનગી પ્રવેશથી નવીનતા વધશે, પરંતુ CLND Act હેઠળ સપ્લાયરો પર ભારે જવાબદારી હોવાથી રોકાણ માટે અડચણ. SHANTI બિલથી નિયમોમાં નરમાઈ લાવવામાં આવી છે, જેથી વિદેશી ટેકનોલોજી ભારત માટે આકર્ષક બને.

સલામતી અને નિયમન:
હાઇબ્રિડ મોડેલમાં નિયમન અને સલામતી જાળવવી પડકારરૂપ રહેશે. સલામતી IAEA ધોરણો મુજબ રહેશે. વિવાદો માટે નવા ન્યુક્લિયર ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી છે.

બજેટમાં જાહેરાત:
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીના બજેટમાં આ ક્ષેત્રને ખાનગી માટે ખોલવાની જાહેરાત કરી હતી. SMR પર સંશોધન માટે રૂ. 20,000 કરોડ ફાળવાયા છે અને 2033 સુધી 5 સ્વદેશી SMRs શરૂ કરવાની યોજના છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

MGNREGA: મનરેગાનું નવું નામ ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના’, કામના દિવસો વધીને 125 થવાની તૈયારી