Shame on Humanity: માતર તાલુકાના સિંજીવાડાની પીએમશ્રી પ્રાથમિક શાળામાં માનવતા મરે તેવી ઘટના બની છે. વિદ્યાના ધામમાં દીકરીઓને સુરક્ષા આપવાના બદલે એક હંગામી શિક્ષકે માસૂમ બાળકીઓ સાથે અશોભનીય વર્તન અને છેડતી કરી હોવાની વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Shame on Humanity: શું છે સમગ્ર ઘટના?
સિંજીવાડા પ્રાથમિક શાળામાં હંગામી ધોરણે ફરજ બજાવતા શિક્ષક અરુણ પટેલ પર આરોપ છે કે તેણે ધોરણ 5માં અભ્યાસ કરતી 3 થી 4 જેટલી બાળકીઓ સાથે છેડતી કરી હતી. પીડિત બાળકીના પરિવારે આક્ષેપ કર્યો છે કે નરાધમ શિક્ષકે બાળકીને પકડીને તેને બચકા ભર્યા હતા. એક બાળકી કોઈ રીતે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી અને ઘરે જઈને પરિવારને આપવીતી જણાવતા મામલો ગરમાયો હતો.

Shame on Humanity: ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
આ ઘટનાની જાણ થતા જ આખું સિંજીવાડા ગામ રોષે ભરાયું હતું. ગ્રામજનો અને વાલીઓના ટોળેટોળા શાળાએ પહોંચ્યા હતા અને ત્યારબાદ ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. સરપંચ મનોજ રાઠોડે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, “આવા નરાધમ સામે એવી કડક કાર્યવાહી થવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતા ધ્રૂજી ઉઠે.”

Shame on Humanity: પોલીસની તાત્કાલિક કાર્યવાહી
ઘટનાની ગંભીરતા જોતા લીંબાસી પોલીસ તુરંત એક્શનમાં આવી હતી.
- આરોપીની અટકાયત: પોલીસે મુખ્ય આરોપી શિક્ષક અરુણ પટેલની અટકાયત કરી લીધી છે.
- તપાસ શરૂ: ઇન્ચાર્જ પીઆઈ સોનલબેન ચાવડાએ જણાવ્યું કે, ફરિયાદ નોંધીને પીડિતોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
- શાળાની ભૂમિકા: શાળાના મુખ્ય શિક્ષક લાલા પરમારે પણ વાલીઓ સાથે રહીને પોલીસ ફરિયાદમાં સહકાર આપ્યો છે.
બાળકોની સુરક્ષા પર સવાલ
જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે વાલીઓમાં ફાળ પડી છે. પીએમશ્રી જેવી આધુનિક શાળાઓમાં પણ જો દીકરીઓ સુરક્ષિત ન હોય, તો તે તંત્ર માટે મોટો સવાલ છે. ગ્રામજનોએ આ શિક્ષકને કાયમી ધોરણે બરતરફ કરી જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
રાજકોટમાં મહિલાઓ માટે સ્પેશિયલ ‘પિંક બસ’ સેવાનો પ્રારંભ, હવે સફર બનશે વધુ સુરક્ષિત




