IT અને FMCG સેક્ટર્સને બાદ તમામમાં લેવાલીનું જોર રહ્યું
૫ જૂન ૨૦૨૩, સોમવાર એટલે કે, ચાલુ સપ્તાહના પ્રથમ ટ્રેડીંગ દિવસે સેન્સેક્સમાં ૨૦૦થી વધુ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૨૪૦.૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨,૭૮૭.૪૭ પર બંધ થયું હતું, જયારે નિફ્ટી ૫૯.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮,૫૯૩.૮૫ પર બંધ થયું હતું. ભારતીય શેરબજારમાં સુધારાની ચાલ યથાવત રહી હતી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને FMCG સેક્ટર્સને બાદ કરતા બાકી બધા શેયર્સમાં લેવાલીનું જોર રહ્યું હતું. આ ઉપરાંત, ભારતીય અર્થતંત્રમાં મજબૂતીના પગલે વિદેશી ફંડ્સનું રોકાણ વધી રહ્યું છે.