સેન્સેક્સ 119 પોઈન્ટ વધીને 62547.11 પર બંધ

0
67

સ્મોલ કેપ અને મિડ કેપ કંપનીઓના સ્ટોક્સમાં લેવાલી વધુ જોવા મળી

હેવી વેઇટ સ્ટોક્સમાં વેચવાલીનું પ્રેશર રહ્યું

૨ જૂન, ૨૦૨૩ શુક્રવાર, એટલે કે, ચાલુ સપ્તાહના અંતિમ ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જળવાઈ રહ્યું હતું. BSE સેન્સેક્સ 119 પોઈન્ટ વધીને 62547.11 પર બંધ થયો હતો. તેવી જ રીતે NSE નિફ્ટી 46 પોઈન્ટ વધીને 18534.10 પર બંધ થયું હતું. સ્મોલ કેપ અને મિડ કેપ કંપનીઓના સ્ટોક્સમાં લેવાલી વધુ જોવા મળી હતી. મેટલ, રિયલ એસ્ટેટમાં સેન્ટિમેન્ટ સુધરતા જોવા મળ્યા છે. બીજી તરફ હેવી વેઇટ સ્ટોક્સમાં રિલાયન્સ, TCS, ઈન્ફોસિસ, HCL જેવી કંપનીઓમાં વેચવાલીનું પ્રેશર રહ્યું હતું.