કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશનો કટાક્ષ,નવી સંસદ અંગે કર્યું ટ્વિટ

0
66
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશનો કટાક્ષ,નવી સંસદ અંગે કર્યું ટ્વિટ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશનો કટાક્ષ,નવી સંસદ અંગે કર્યું ટ્વિટ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશનો કટાક્ષ

નવી સંસદ અંગે કર્યું ટ્વિટ

સંસદની નવી ઇમારતની ટીકા કરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને સંસદની નવી ઇમારતની ટીકા કરી છે. જયરામ રમેશે લખ્યું કે નવા સંસદ ભવનનું લોકાર્પણ પૂરા ઉત્સાહ સાથે કરવામાં આવ્યું. આ વાસ્તવમાં પીએમ મોદીના ઉદ્દેશ્યોને પૂર્ણ કરે છે. તેને મોદી મલ્ટીપ્લેક્સ કે મોદી મેરિયોટ કહેવું જોઈએ.

જૂની ઇમારત ખૂબ જ સારી હતી

જયરામ રમેશે લખ્યું છે કે એકબીજાને જોવા માટે બાયનોક્યુલરની જરૂર પડશે કારણ કે હોલ બિલકુલ આરામદાયક નથી. જૂની સંસદ ભવનનો ઉલ્લેખ કરતા જયરામ રમેશે કહ્યું કે, જૂની સંસદમાં પોતાની એક અલગ જ સુંદરતા હતી. ત્યાં સભ્યો વચ્ચે સંવાદની સુવિધા પણ હતી. બંને સદનો સેન્ટ્રલ હોલ અથવા સંસદના કોરિડોરમાં ફરવું પણ સરળ હતું. નવી સંસદ આ જોડાણને ખતમ કરે છે.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભાજપ અને NDAના સહયોગી દળોના સાંસદોને પણ આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાનો સંકેત આપતા કહ્યું કે, હું વિશ્વાસ સાથે કહું છું કે, પાર્ટી લાઈનથી પરે સંસદના અનેક સહકર્મીઓ પણ આવું અનુભવે છે.

તેમણે દાવો કર્યો કે, સંસદના કર્મચારીઓને પણ અસુવિધાઓનો ઉલ્લેખ કર્યો છે. રમેશે કહ્યું કે, મેં સંસદના કર્મચારીઓને એ કહેતા સાંભળ્યા છે કે, નવી ભવનની ડિઝાઈનમાં તેમને પોતાનું કામ કરવામાં મદદ માટે આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિચાર કરવામાં નથી આવ્યો.

નવી સંસદની રચનામાં વિપક્ષની સલાહ ન લેવા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, આવું ત્યારે થાય જ્યારે સંસદમાં બેઠેલા અન્ય લોકોની સલાહ લેવામાં ન આવે. કદાચ 2024 (લોકસભા ચૂંટણી)માં સરકાર બદલાયા બાદ સંસદ ભવનનો વધુ સારી રીતે ઉપયોગ થઈ શકશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ